થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતની બે ઘટનાઓ ઃ બાઈક સવારનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:02:32
  • Views : 364
  • Modified Date : 2020-10-25 12:02:32

થરાદ-સાંચોર હાઇવે ઉપર શુક્રવારની રાત્રિએ બે અકસ્માતની ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં એક ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે વધુ એક ટ્રક અને બાઇકચાલક વચ્ચે અકસ્માત થતા બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એવામાં  શુક્રવારે રાત્રીનાં સમયે પીલુડા અને મેસરા વચ્ચે ટેન્કર અને ટ્રેલર વચ્ચે સામ સામે અથડાતાં સર્જાયો અકસ્માત એવામાં ટેન્કર નંબર જીજે ૧૨ એઝેડ ૬૨૫૭ ડ્રાઈવરને પગના ભાગમાં ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે ખેતરોમાંથી ખેડૂતોએ આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ટેન્કર ડ્રાઈવર વધારે ઇજા દેખાતાં તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની હાલત વધારે ગંભીર થતાં મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી એક ઘટનામાં એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં વાવના સુરેશકુમાર વેણનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જેની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News