ડીસાના મહાકાળી મંદિર પાસે પીકઅપ ડાલાની ટક્કરે બાઈક સવારનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:22:56
  • Views : 401
  • Modified Date : 2020-10-04 11:22:56

ડીસા તાલુકાના મહાકાળી મંદિર નજીક પીકઅપ ડાલાની ટકકરથી બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાતા પીકઅપ ડાલાનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના
પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ એક પછી એક નાના મોટા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જિલ્લામાં મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક બાઇક સવારોને મોતને ભેટવાનો વારો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં  વાહનની ટક્કરે મોતને ભેટેલા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આવો અકસ્માત ડીસા તાલુકામાં બન્યો હતો. જેમાં પીકઅપ ડાલાની ટકકરે બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની વિગતો જોઈએ તો ડીસા તાલુકાના આખોલ નજીક પીકઅપ ડાલાના ચાલકે આગળ જઇ રહેલા બાઇકને ટકકર મારી હતી. જ્યાં બાઈક સવાર
પોતાના બાઈક સાથે નીચે
પટકાતા બાઇક પર સવાર યુવકનું ઘટનાસ્થળે મોત
નિપજયું હતું. ડીસા બનાસ નદીના કિનારે આવેલા મહાકાળી માતાજીના મંદિર સામે બાઈક નંબર ડીએલ ૪૫ બીએમ ૨૩૦૧ મોટર સાયકલને પાછળથી આવી રહેલાં જીજે ૧૬ યુ ૯૪૪૫ નંબરના પીકઅપ ડાલાના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડાલુ હંકારી મોટર સાયકલને ટકકર મારી હતી. આથી મોટર સાયકલ પર પાછળ બેઠેલા કૈલાશ ખુશાલભાઇ ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું અને મોટર સાયકલ ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતક યુવકના પિતા ખુશાલભાઇ મોહનભાઇ ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલાના ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News