સ્વયં સૈનિક દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા થરાદમાં આવેદનપત્ર અયાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 11:45:51
  • Views : 519
  • Modified Date : 2019-08-22 11:45:51

થરાદ ખાતે સ્વયં સૈનિક દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા રોહિતદાસ મહારાજનું મંદિર તુગલકાબાદ દિલ્હીમાં તોડી
પાડતા આવેદનપત્ર આપ્યું હતું.
બહુજન નાયક ક્રાંતિકારી રવિદાસજી મહારાજની ૬૦૦ વર્ષ જૂની ઐતિહાસિક જગ્યા જે તુગલકાબાદ દિલ્હીમાં તોડી
પડતાં  થરાદ નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં દલિત યુવાનો અને સ્વયં  સૈનિક દળ અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા.
દિલ્હી તુગલકાબાદમાં બહુજન નાયક ક્રાંતિકારી રવિદાસજી ની ૬૦૦ વર્ષ જૂની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તે જગ્યા તત્કાલીન રાજા સિકંદર લોદી દ્વારા રવિદાસ મહારાજને આપેલી હતી.
તેના લેખિત
પુરાવા પણ છે તેને તોડી
પાડવાનું આપમાનજનક કૃત્ય દિલ્હી સરકારે આચાર્યુ  હોઇ કરોડો અનુસૂચિત જાતિ તેમજ બહુજન સમાજના લોકોની લાગણી દુભાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારમાં બેઠેલા મનુવાદી માનસિકતા ધરાવતા વિદેશી આયો સુપ્રીમ કોર્ટ મારફત ષડયંત્ર કરીને આ જગ્યા દબાણ હટાવવાના નામે તોડી પાડી છે. ભારતના કરોડો લોકોનું દિલ દુભાવી ભારતીય લોકતંત્ર ઉપર કુઠારાધાત કરે છે.  સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આયોના પૂર્વજાના મંદિર સરકારે તોડયા છે કે ફક્ત મૂળનિવાસી લોકોના  નાયકોનું અપમાન અને અસ્મિતા સાથે રમત રમવાનું એજ સરકારના એજન્ડા છે.  તેવી માંગ સાથે જણાવ્યું હતું કે તોડી પાડેલ જગ્યાનું પુનઃ નિર્માણ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News