દેશનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરતા ર્નિમલા સીતારમણ હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રીત બજેટમાં કરદાતા રાહતથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 10:51:26
  • Views : 242
  • Modified Date : 2021-02-02 10:51:26

કોરોનાકાળ બાદનું તેમજ ૨૦૨૧ના દાયકાનું સૌપ્રથમ બજેટ આજે નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે રજૂ કરી દીધું છે. આ બજેટમાં સરકારે હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ્સું ધ્યાન આપ્યું છે, પરંતુ જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી તેવી આઈટી સ્લેબમાં ફેરફાર તેમજ ૮૦સી હેઠળ મળતી છૂટનો કોઈ ઉલ્લેખ પણ ના કરી નાણાંમંત્રીએ મધ્યમ વર્ગને નિરાશ કર્યો છે. જાે આ રાહત મળી હોત તો અર્થતંત્રમાં વધુ રુપિયો ફરતો થવાની શક્યતા હતી, પરંતુ નાણાંમંત્રીએ પગારદાર વર્ગને રાહત આપવાનું ટાળ્યું છે. જાેકે, પેન્શન અથવા વ્યાજની આવક પર નભતા ૭૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારના આકરા કરવેરાને કારણે હાલ આસમાને પહોંચ્યા છે, તેવામાં તેમાં કોઈ રાહત આપવાને બદલે નાણાંમંત્રીએ પેટ્રોલ પર રુ. ૨.૫૦ અને ડીઝલ પર રુ. ૪નો ફાર્મ સેસ લેવાની દરખાસ્ત કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓર વધે તેવી શક્યતા છે.
સરકારે આ વખતના બજેટમાં આરોગ્ય સેવાઓ
પાછળ થતાં ખર્ચને વધાર્યો છે, અને ૩૫ હજાર કરોડ રુપિયા કોરોના વેક્સિનેશન માટે ફાળવવામાં આવ્યા છે. હેલ્થ સેક્ટર પાછળ કુલ ૨.૨૩ લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. જે ગત વર્ષ કરતાં ૧૩૭ ટકા વધુ છે. સરકાર નવી હોસ્પિટલો ઉભી કરવા ઉપરાંત હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ બહેતર બનાવવાનું આયોજન ધરાવે છે તેમ પણ નાણાંમંત્રીએ જણાવ્યું હતું. કોરોનાના રસીકરણ માટે નાણાંમંત્રીએ જરુર પડ્યે વેક્સિનેશન માટે વધુ ભંડોળ ફાળવવાની પણ તૈયારી બતાવી છે.
અર્થતંત્રને દોડતું કરવા માટે સરકાર ૩૪.૮ લાખ કરોડ
રુપિયા ખર્ચ કરશે તેવો નાણાંમંત્રીએ પોતાની બજેટ
સ્પીચમાં ઉલ્લેખ કર્યો છે. જેના કારણે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પણ જીડીપીના પ્રમાણમાં વધારીને ૯.૫ ટકા કરવામાં આવ્યો છે. તેના માટે સરકારને જંગી દેવું પણ કરવું
પડશે. બજેટમાં કુલ ખર્ચ વધીને ૩૪.૫૦ લાખ કરોડની
આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષિય ખાધ જીડીપીના ૫ ટકા સુધી લાવવાનો પણ સરકારે નિર્ધાર વ્યક્ત કર્યો છે.  સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને મોટી રકમ ઉભું કરવાનું વલણ સરકારે આ બજેટમાં પણ યથાવત રાખ્યું છે. નાણાંમંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૧-૨૨માં ખાનગીકરણ દ્વારા ૧.૭૫ લાખ કરોડ ઉભા કરવાનો ટાર્ગેટ ધરાવે છે. સાથે જ ૨૦૨૧-૨૨માં એલઆઈસીનો
આઈપીઓ આવશે, તેમજ બે સરકારી બેંકોનું ખાનગીકરણ થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
૧૦૦ નવા શહેરોમાં ગેસનું પાઈપલાઈન દ્વારા વિતરણ કરવામાં આવશે. વીજળી ક્ષેત્ર માટે ૩.૦૫ લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૦૦૦ કરોડ રુપિયાના રોકાણ સાથે સાત બંદરોનો પીપીપી ધોરણે વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ૧૮ હજાર કરોડ
રુપિયાના ખર્ચે પબ્લિક
ટ્રાન્સપોર્ટ માટે બસો ખરીદવામાં આવશે. રેલવે માટે સરકારે ૧.૧૦ લાખ કરોડ ફાળવ્યા છે, જેમાંથી ૧.૦૭ લાખ મૂડી ખર્ચ પેટે ફાળવાયા છે. આ ઉપરાંત, જલ જીવન મિશન માટે ૨.૮૭ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.
બંગાળમાં સરકાર ૨૫ હજાર કરોડ રુપિયાના ખર્ચે ૬૭૫ કિમી લાંબો હાઈવે બનાવશે. આ ઉપરાંત, તમિલનાડુ, કેરળ અને અસમમાં પણ હાઈવે પ્રોજેક્ટ્‌સ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર આ વર્ષે ૧૧ હજાર કિમી લંબાઈનું નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માગતી હોવાનું પણ નાણાંમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, આગામી ત્રણ વર્ષમાં દેશમાં સાત નવા ટેક્સ્ટાઈલ પાર્ક પણ ઉભા કરાશે. આ વખતના બજેટમાં જૂના વાહનો માટે સરકારે સ્ક્રેપ પોલિસીની દરખાસ્ત કરી છે. જેમાં ખાનગી વપરાશમાં લેવાતા વાહનોનું ૨૦ વર્ષ બાદ અને કોમર્શિયલ વાહનોનું ૧૫ વર્ષ બાદ ફિટનેસ સર્ટિ લેવાનું રહેશે, અને તે ના મેળવી શકનારા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. આ દરખાસ્તથી ઓટો કંપનીઓના શેર્સમાં ઉછાળો આવ્યો હતો.
આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે
પણ કેટલાક સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. જેમાં ૧૫ હજાર સ્કૂલોને નેશનલ એજ્યુકેશન
પોલિસી હેઠળ આધુનિક બનાવવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ ઉપરાંત, દેશમાં ૧૦૦ નવી સૈનિક સ્કૂલો ખોલવાનો
પણ સરકારે ઈરાદો વ્યક્ત કર્યો છે. આંદોલન પર બેઠેલા ખેડૂતો માટે સરકારે આ બજેટમાં કંઈ ખાસ જાહેરાત નથી કરી. ખેડૂતોને અપાતી ક્રેડિટને વધારીને ૧૬.૫ લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. સાથે જ સ્જીઁ પર ખરીદી હાલની કિંમતો પર ચાલુ રહેશે તેવું પણ નાણાંમંત્રીએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘઉંની ખરીદીમાં સરકારે ૨૦૨૦-૨૧માં ૭૫ હજાર કરોડ ખચ્ર્યા હતા. ૪૩.૩૬ લાખ ખેડૂતોને થયો તેનો ફાયદો થયો, ચોખાની ખરીદીમાં ૧.૭૨ લાખ
રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News