"નો રીપીટ" થિયરીમાં મોટા બધા ગ્રુપોનો સફાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:45:28
  • Views : 341
  • Modified Date : 2021-04-01 11:45:28

ગાંધીનગર મહાનગર
પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભલભલા ધુરંધરો ઘર ભેગા થઈ ગયા છે. નો રિપીટ થિયરીના ભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ ઉમેદવારો નવા છે. ગાંધીનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ ગાંધીનગરમાં અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાના ગ્રુપમાંથી મહત્તમ ટિકિટો આવે તેના માટે મોટા નેતાઓના પગ દબાવવાનું શરુ કરી દીધા હતા.
પ્રદેશ પ્રમુખ સી.આર.
પાટીલ આ વખતે સિલેબસ બહારનો પ્રશ્ન લાવી "નો
રિપીટ" થિયરી મૂકી દેતા ગાંધીનગર મહાનગર
પાલિકાના ભાજપના તમામ મોટા નેતાઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આશિષ દવેનું ગ્રુપ, અશોક ભાવસારનું ગ્રૂપ, પૂર્વ પ્રમુખ નીતિન પટેલનું ગ્રુપ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાનું ગ્રુપ અને દેવેન્દ્રસિંહ ચાવડાનું ગ્રુપ આમ અલગ અલગ બધા ગ્રુપના આકાઓ સહિત તેમની ફોજનું પણ ધોવાણ થયી ગયું હતું. " નો રીપીટ " ની થિયરી આવતા ટિકિટ ફાળવણી મુદ્દે શહેર સંગઠનનું વધારે ચાલ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શહેર સંગઠન સિવાય બધા ગ્રુપને નજર અંદાજ કરી ભાજપે વર્તમાન બધા કોર્પોરેટરોને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. આ ઉપરાંત શહેર સંગઠનને સાથે રાખી પોતાની ટિકિટ ફાઇનલ કરાવનાર નેતાઓને પણ રીપીટ કરવામાં આવ્યા ન હતા.

Download Our B K News Today App



Related News