ઢીમામાં નવીન રોડ પહેલાં ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની લાઈનો બદલવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:01:29
  • Views : 428
  • Modified Date : 2020-01-11 11:01:29

પવિત્ર યાત્રાધામમાં વર્ષોથી ગટર વ્યવસ્થાનો અભાવ  વર્તાઈ રહ્યો છે. જાહેર માર્ગો
પર ગંદકીથી ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો કરતી સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે ૧૦૦૦૦ હજારની જનસંખ્યા ધરાવતાં યાત્રાધામમાં ગટર વ્યવસ્થાનો અભાવ હોવાથી ચારેબાજુ ગંદકી થાય છે. તો વળી પવિત્ર યાત્રાધામમાં આવતા પગપાળા અને દંડવત યાત્રાએ આવતાં શ્રદ્ધાળુઓને કાદવ કિચડમાંથી પસાર થવું
પડે છે. ત્યારે ટૂંક સમયમાં બનનાર નવીન રોડ પહેલાં
પીવાના પાણીની પાઈપલાઈનો અને ગટર વ્યવસ્થાને લઈને કુંડીઓ અને લાઈનો જમીનમાં નાખવામાં આવે તો ભવિષ્યમાં આ રોડ ફરીથી ખોદવો પડે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા રૂ.૫ કરોડના ખર્ચ વિકાસ કરવામાં આવનાર હતો. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવી પાર્કિંગની કામગીરી અધૂરી રહી છે. તો વળી ઐતિહાસિક મહત્વ ધરાવતા પવિત્ર માંદેળા તળાવમાં ઘાટનું નવીનીકરણ અને તેનું ડેવલપમેન્ટ કરવું,આશરે રૂ.૨.૪૦ કરોડના ખર્ચે બગીચાની કામગીરી જમીન નહિ મળવાને કારણે બગીચો બનતો નથી. ત્યારે મંદિરને જોડતો સાંકડો રોડ રસ્તાઓ હોવાથી શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે ઢીમા ગામમાંથી ભોરોલ અને સપ્રેડા રોડને પહોળો કરી ડામરરોડ બનાવવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News