સદરપુર ખાતે ર્ડા. બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:25:11
  • Views : 473
  • Modified Date : 2019-04-16 06:25:11

ડીસા તાલુકાના સદરપુર ખાતે તા.૧૪/૪/૧૯ ના રોજ ર્ડા. બાબાસાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મજયંતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આમ આઝાદીના ૭૦ વર્ષ પછી ર્ડા. બાબા સાહેબના જન્મદિવસની પ્રથમ વખત ઉજવણી કરવાનો શ્રેય  સદરપુર ગામને જાય છે. જે કાર્યક્રમમાં સદરપુર ગામના એસ.સી, એસ.ટી તથા ઓબીસી સમાજના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તથા ભવિષ્યની યોજનાઓમાં પણ સાથ -સહકાર મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી.
આમ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મહેન્દ્રભાઈ મુળજીભાઈ, સુરેશભાઈ રેવાભાઈ, પરષોતમભાઈ અમરતભાઈ, હમીરભાઈ દેવાભાઈ, સચિનભાઈ કરશનભાઈ સહિતના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News