અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા દ્વારા આજરોજ B.ed નવજીવન કોલેજ ખાતે બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દીવસની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:37:54
  • Views : 205
  • Modified Date : 2021-12-08 10:37:54

બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડિસેમ્બર બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસની વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગર દ્વારા આજરોજ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દીવસની ઉજવણી B.ed નવજીવન કોલેજ ખાતે કરવામાં આવી હતી..જેમાં બાબાસાહેબનું પૂજન કર્યું હતું..ત્યાર બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક ચિરાગભાઈ સોની દ્વારા સમરસતા પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો..સોનલબેન પ્રજાપતિ,કોલેજના અધ્યાપક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News