થરામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:38:36
  • Views : 450
  • Modified Date : 2019-04-16 06:38:36

કાંકરેજ તાલુકા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડા.આમ્બેડકરના જીવનનો મૂળ મંત્ર હતો .૧૪ એપ્રિલ ૧૮૯૧ માં સુબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડા.ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ સાલે  તા.૧૪-૦૪-૨૦૧૯ ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે  શોભાયાત્રા રામદેવપીર  બાપાના મંદિરેથી બેન્ડ વાજા સાથે નીકળી હાઇસ્કૂલ રોડ, હાઇવે રોડ, શાકમાર્કેટ, નગરપાલિકા રોડ, વાળીનાથ મંદિરથી, સદુભા પાટદ, પટેલ વાસ, પ્રજાપતિ વાસ, જૂનાગંજ  બજાર, તેરવાડીયા ચોરો, અનુપમ શાળા નં-૨ થઇને નીજ સ્થળે પરત ફરેલ.  રામદેવ પીરની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્‌યા હતા.


Download Our B K News Today App



Related News