કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના દ્વારા તૈયાર કરવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રદર્શન હોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 13:19:22
  • Views : 252
  • Modified Date : 2022-08-06 13:19:22


 ભારત દેશના આઝાદીના ૭૫ વર્ષ ઉજવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવના પાંચ પ્રકલ્પ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓની જાણકારી વિધાર્થીઓ અને ખેડૂતોને મળી રહે તે માટે પ્રવૃતિઓમાં તૈયાર કરવામાં આવેલ વિવિધ ચિત્રો, પોસ્ટરો, નિબંધો વગેરેના પ્રદર્શન માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રદર્શન હોલનું સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના  કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણે પ્રદર્શન હોલમાં વિધાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કૃતિઓ અને આઝાદી કા અમૃત મહોત્સવના પાંચ પ્રકલ્પ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યૂ હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રદર્શન હોલ તૈયાર કરીને કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા જે નવિન અભિગમ અપનાવ્યો છે તેનાથી વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળશે અને તેમના દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓના પ્રદર્શન માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે.


Download Our B K News Today App



Related News