બ.કાં જિલ્લામાં મોટામાં મોટી આયુર્વેદિક હોસ્પિટલ માત્ર વડગામમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 12:07:36
  • Views : 453
  • Modified Date : 2019-10-14 12:07:36

વડગામમાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં બીજા રાજ્યોના દર્દીઓનો સારવાર માટે દિવસેને દિવસે ઘસારો વધી રહ્યો છે અને આયુર્વેદિક દવાઓથી રોગો જળમૂળમાંથી દૂર થતા લોકો આયુર્વેદિક દવાઓ સામે વળ્યાં અને રોજના ૧૫૦ કરતા વધુ દર્દીઓ બતાવવા માટે આવતા  હોવાનું ડોકટરે જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં માત્ર એક જિલ્લાનું મોટામાં મોટું સરકારી આયુર્વેદિક દવાખાનું વારવાડીયા રોડ પાર આવેલું છે. જેને સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓથી સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ દવાખાનામાં બે આયુર્વેદિક ડોક્ટર અને એક યોગના ડોક્ટર પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ દવાખાનામાં તાલુકાના અને જિલ્લામાંથી રોજના કેટલાંય દર્દીઓ આવી રહ્યા છે. પણ થોડાં દિવસથી બીજા રાજ્યોના પણ દર્દીઓ અહીંયા પોતાનું દુઃખ દૂર કરવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તાજેતરમાં રાજસ્થાનના સ્વરૂપગંજના મેમણ ઇદાયતભાઈ પોતાના
 પગના જોઈન્ટના દુઃખાવાથી
પીડિત છે અને તેઓ પણ શુક્રવારે વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. ત્યારે તેમને જણાવ્યું હતું કે હું છેલ્લાં છ મહિનાથી પગના જોઈન્ટના દુઃખાવાની
પરેશાનીનો ભોગ બનેલો છું અને મેં એક લાખ રૂપિયા કરતા વધુ  ખર્ચ કર્યો છે. છતાં  મને કોઈજ પરિણામ મળ્યું નહતું.  ત્યારે મારા એક સંબંધીએ વડગામમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ અંગે મને જણાયું હતું અને  ત્યાં બતાવવા કહ્યુ હતું જેને લીધે હું શુક્વારે વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યો છે. મને જાણવા મળ્યું છે અહીંની દવાથી કેટલાંય લોકોને વિવિધ રોગોમાંથી છુટકારો મળ્યો છે. ત્યારે વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ડોકટર અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે રાજસ્થાનથી ૧૦૦ થી વધુ દર્દીઓ છેલ્લાં છ મહિનામાં આવી ચૂક્યા છે અને બીજા બરોડા, મુંબઈ, અમદાવાદમાંથી  પણ આવે છે.
વડગામ આયુર્વેદિક હોસ્પિટલમાં ડોક્ટર અલ્પેશભાઈ જોષી એમ.ડી.(આયુ) પીએચડી પંચકર્મ ફીજીશીયન, ડોક્ટર જીતેન્દ્ર પ્રજાપતિ એમ.એસ.આયુ, ડોક્ટર નિમીષા પટેલ બી.એચ.એમ.એસ અને સ્ટાફ પુરૂસ અને મહિલા નર્સ, પન્ના બેન ચૌધરી ક્લાર્ક અને ડોક્ટર  સહિત પોતાની ફરજ બજાવી રહ્યા છે. વર્ષે અંદાજિત ૨૫૦૦૦ થી વધુ લોકો આ હોસ્પિટલની દવાઓનો લાભ લે છે  
દર વર્ષે વાઇરલ સીઝનમાં લોકોનું આરોગ્ય સચવાઈ રહે તે માટે ઉકાળા કેમ્પોનું આયોજન કરીએ છીએ. વર્ષે અંદાજીત ૫૦૦૦૦ થી વધુ લોકો આ ઉકાળાનો લાભ લે છે. દર વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેના વખતે પદ યાત્રીઓ માટે માલિશ. શેક કેમ્પનું સાત દિવસ આયોજન થાય છે. જેમાં પણ ઘણાં બધા પદયાત્રીઓને સારવાર આપવામાં આવે છે. આ સિવાય વર્ષમાં ૬ થી ૭ ફ્રી મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News