સુપ્રિમનો ફેંસલો અયોધ્યામાં રામ મંદિર બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:56:25
  • Views : 1424
  • Modified Date : 2019-11-09 11:56:25

દેશના સૌથી મોટા અને સૌથી જુના અયોધ્યા વિવાદનો આજે અંત આવ્યો છે. સુપ્રિમ કોર્ટે આજે સતત ૪૦ દિવસની સુનાવણી બાદ કનિદૈ લાકિઅ જજોની બંધારણીય પીઠે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતો ફેંસલો સંભાળાવ્યો છે અયોધ્યા કેસનો ચુકાદો આખરે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે રામલલાનો દાવો યથાવત રાખ્યો છે. મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો સરકરને આદેશ આપ્યો છે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવા સરકારને આદેશ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે.

ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ASI એ સ્થાપિત કરી શકયું નથી કે મસ્જિદનું નિર્માણ મંદિરને ધ્વસ્ત કરીને કરાયુ હતું. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢાંચાની નીચે મંદિર હતુ. હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે. હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે.




Download Our B K News Today App



Related News