એક મહિનાની બાળકી માટે અધિકારીઓ અને આયા વચ્ચે જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 11:11:23
  • Views : 460
  • Modified Date : 2019-11-18 11:11:23

બનાસકાંઠામાં એક મહિનાની માસુમ બાળકી માટે અધિકારીઓ અને આયા વચ્ચે જંગ જામ્યો છે અને બાળકીને મેળવવા માટે ડીસા પોલીસ સ્ટેશનથી લઈ હાઇકોર્ટ સુધી સામસામે ફરિયાદો થઈ છે.
એક મહિના અગાઉ ડીસા રેલ્વે સ્ટેશન પાસેથી બિનવારસી હાલતમાં એક બાળકી મળી આવી હતી. ત્યારે ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બીમાર હાલતમાં મળી આવેલી બાળકીને તાત્કાલિક ડીસાની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી તેમણે અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં પાલનપુર ચિલ્ડ્રન હોમ અને પોલીસ બાળકી પાસે
પહોંચ્યા હતા. જોકે તે સમયે બાળકીની તબિયત વધારે નાદુરસ્ત હોવાના કારણે અધિકારીઓએ બાળકી સાથે આવેલ પૂજાબહેનને તેની સાર સંભાળ રાખવા માટે વિવિધ શરતોને આધીન લેખિત મંજૂરી આપી હતી અને બાળકીની સારવાર કરાવવાની અને સારવાર થયા બાદ જ આ બાળકીને અધિકારીઓને સોંપવાની હતી. જોકે તેના એક અઠવાડિયા બાદ તરત જ આ અધિકારીઓએ કંઈ પણ જાણ કર્યા વગર બિનવારસી હાલતમાં મળેલી બાળકીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર સેવાભાવી અને જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી સામે અપહરણની ફરિયાદ દાખલ કરી દીધી છે. અધિકારીઓની આવી અડોડાઈથી ભરતભાઇ કોઠારી પણ ચોંકી ઉઠ્‌ા હતા અને અધિકારીઓ ખોટી રીતે ફરિયાદ કરી હેરાન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.
આ બાબતે ભરત કોઠારી, જીવદયા પ્રેમીએ જણાવ્યું હતું કે   મેં નિઃસ્વાર્થ ભાવે બિનવારસી હાલતમાં મળેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી તંત્રને જાણ કરી હતી તેમ છતાં મારા પર અધિકારીઓ ખોટી ફરિયાદ કરી છે. અમે બાળકીને સોંપવા તૈયાર છીએ પણ તેને સાજી તો થવા દો.
તો બીજી તરફ આયા તરીકે એક મહિના સુધી બાળકીની સારસંભાળ રાખનાર પૂજા શાહે પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ મને બાળકીને સાચવવા અને સારવાર માટે લેખિતમાં આપ્યું છે તેમ છતાં પણ સુરતથી બાળકી તાત્કાલિક લાવી પછી સોંપવા માટે બળજબરી કરી રહ્યા છે. એક તરફ બાળકીની તબિયત સારી નથી તેને વધુ સારી સારવારની જરૂર છે તેમ છતાં પણ અધિકારીઓ માનવતાને નેવે મૂકી જડ કાયદાને વળગી રહ્યા છે. વળી બાળકી તંદુરસ્ત થયા બાદ જે નિર્ણય લેવો હોય તે લે, અને તેના માટે અમે હાઇકોર્ટેમાં પણ અરજી કરી છે. કોર્ટ જે નિર્ણય આપે તે પણ ત્યાં સુધી તો તેની સારવાર કરાવવા દેવા માટે આજીજી કરી રહ્યા છે.
આ બાબતે પૂજા શાહ, આયા તરીકે સારસંભાળ રાખનારે જણાવ્યું હતુ કે અમે એક મહિનાથી આ બાળકીની સારસંભાળ રાખીએ છીએ. અત્યાર સુધી લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો, તે પણ અધિકારીઓએ પરવાનગી આપ્યા બાદ, તો હવે આ જ અધિકારીઓ અમને હેરાન કરે છે, ખોટી ફરિયાદ કરે છે, જે માટે અમે હાઇકોર્ટેમાં ફરિયાદ કરી છે.
જો કે આ મામલે ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી એન.વી.મેણાત સાથે વારંવાર ટેલિફોનિક વાતચીત કરવા છતાં પણ તેઓ કેર સમક્ષ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે . મહત્વની વાત એ છે કે અધિકારીઓ પોતાનો ઈગો સંતોષવા માટે એક મહિનાની બાળકીના જીવન સાથે ખેલી રહ્યા છે. એક તરફ બીમાર બાળકીની યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે તેમ છતાં પણ અધિકારીઓ બળજબરીથી બાળકીનો કબજો મેળવવા માટે પોલીસનો સહારો લઇ રહ્યા છે. ત્યારે એક મહિનાની બાળકી માટેના આ જંગ અધિકારીઓની જીત થાય છે કે પછી બાળકીની સારસંભાળ રાખી નવું જીવન બક્ષનાર આયાની જીત થાય છે  તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News