થરાદ નગરપાલિકા પ્રમુખ ઉપર આક્ષેપો કરતા વોર્ડ નં.૨ ના સદસ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 12:24:25
  • Views : 391
  • Modified Date : 2019-09-04 12:24:25

થરાદ નગરપાલિકામાં ભાજપ શાસિત બોડીમાં પ્રમુખ તરીકે લવજીભાઈ વાણીયા છે. થરાદમાં વિકાસના કામો હરણફાળથી કરે છે. પરંતુ પોતાનાજ સદસ્ય કાસમભાઈ પરમારે વોડ નં. ૨માં ચાલતા રોડના કામોમાં ભષ્ટ્રાચાર પ્રમુખ કરે છે તેઓ આક્ષેપ કર્યો હતો. તેમજ કાસમભાઈએ વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ વિકાસના નહિ પણ પોતાના અંગત કામોમાં વધુ રસ રાખે છે. જયાં પણ કામ ચાલે છે ત્યાં બધી જગ્યાએ કામ સાવ હલકી
ગુણવતા વાળો કામ
ચાલે છે. પરંતુ પ્રમુખે કયારે સ્થળ ઉપર કામની  ચકાસણી કરી નથી. તેમજ અમારી બોડી છે પરંતુ પ્રમુખ અમારૂ સાંભળતા નથી. થરાદમાં કેટલીય જગ્યાએ
૨ મહિનાથી આર.સી. રોડોનું કામ બંધ થયેલું છે. આથી ભાજપના જ સદસ્યે પ્રમુખ
ઉપર આક્ષેપો લગાવી થરાદ શહેરમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણીયાએ તમામ આક્ષેપો નકાર્યા હતા.

Download Our B K News Today App



Related News