ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૨૫ ઓકટોબરથી ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 11:48:59
  • Views : 322
  • Modified Date : 2020-10-20 11:48:59

અક્ષરધામ મંદિરને પણ નિયત સમય માટે ખોલવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણના
કપાટ આગામી ૨૫ ઓકટોબરે ખૂલશે. શહેરના સેક્ટર-૨૦ માં આવેલું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર આગામી ૨૫ ઓકટોબરથી ખૂલ્લું મુકવામાં આવશે. દર્શનાર્થીઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી શકશે. જોકે મંદિર માત્ર અઢી કલાક માટે ખોલવામાં આવશે. સાંજના
૫ વાગ્યાથી ૭ઃ૩૦ વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
ગાંધીનગરનું સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર કોરોના વાયરસ બાદ લાગેલા લોકડાઉનમાં બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે લાંબા સમયે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. સમાયંતરે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો ખુલી રહ્યા છે. મંદિર નિહાળવા આવનાર મુલાકાતીઓ માટે વોટર શો, ફૂડ કોર્ટ, બુક્સ અને
આર્ટીકલની દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે મંદિરમાં આવેલું પ્રદર્શન બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત ભગવાનનો અભિષેક કરવા પર પ્રતિબંધ છે. રાત્રી દરમિયાન થતી સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવામાં આવશે. જોકે તેમાં સંપૂર્ણપણે સરકારની ગાઇડલાઇનનો અમલ કરવામાં આવશે. જે ભક્તો આરતીનો લ્હાવો લેવા માંગતા હોય તેમણે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

Download Our B K News Today App



Related News