ડ્રગ્સની બદીને નાથવા સુરત જિલ્લા પોલીસ દ્વારા અવેરનેસ રેલીનું આયોજન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 17:07:49
  • Views : 102
  • Modified Date : 2023-06-23 17:07:49

આજની યુવા પેઢી ડ્રગ્સથી દુર રહે અને લોકો જાગૃત થાય તે માટે સુરતમાં પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી  દ્વારા લોકોમાં અવેરનેસ લાવવા માટે પોલીસકર્મીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અવેરનેસ બેનરો સાથે આ રેલી કારગીલ ચોકથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં ખાસ એનસીબીના ઝોનલ ડીરેક્ટર અને સુરત પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગાંજા, ડ્રગ્સ, ચરસ જેવા વિવિધ નશીલા પદાર્થનું વેચાણ અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લામાં લોકજાગૃતિ લાવવા સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રગ્સ અને દારૂ, ગાંજાનું સેવન કરવાથી જીવન કેવી રીતે બરબાદ થાય છે તે અંગેના બેનરો અને લખાણ સાથે આ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસના કર્મચારીઓ દ્વારા જાગૃતિ પ્રચાર કરવામાં મહત્વનુ છે કે હાલમાં સુરત પોલીસ દ્વારા રાંદેર વિસ્તારમાંથી ડ્રગ્સ કેસમાં પોલીસે ફરહાન નામના આરોપીની ધરપકડ કરી હતી. રાંદેરનો રહેવાસી ફરહાન 17.99 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપાયો હતો. જ્યારે નાનપુરાનો ફુરકાનન આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ફરહાન હાઈપ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ જીવતો હતો. સાથે તમામ સ્થળોએ ઓનલાઈને પેમેન્ટ કરવાની ટેવ પણ ધરાવે છે.આ અગાઉ ગુજરાતના દરીયાકાંઠેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ કેસમાં નાઇજિરિયન યુવકે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, દિલ્હીના નાઈઝીરીયન ડ્રગ્સ માફીયાએ પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જે ડ્રગ્સ હેરાફેરી અંગે સુરત પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત એટીએસ અને દિલ્હી NCB સાથે મળી જોઈન્ટ ઓપરેશન કર્યુ હતુ. જેમા એક નાઇજિરિયનની ધરપકડ કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News