ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જનજાગૃતિ અભિયાન યોજાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:39:43
  • Views : 196
  • Modified Date : 2021-12-18 12:39:43

 

 

ડીસાની ડી એન  પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત ૧૦ ગામો પસંદ કરી 27 ઓક્ટોબર થી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે...

 

ડીસાના જુનાડીસા તેમજ વાસણા ગામમાં પ્રોફેસર તૃપ્તિબેન, પ્રોફેસર મિતલબેન તથા પ્રોફેસર દિવ્યા બેન ના સહકાર થી વિવિધ પ્રકલ્પો અંતર્ગત રેલી દ્વારા જન જાગૃતિ ની સાથે સાથે નશાબંધી અંતર્ગત શેરી નાટક રજુ કરવામાં આવ્યું પ્રોફેસર તૃપ્તિબેન ને ગામ લોકોને પર્યાવરણ જાગૃતિ દહેજ નાબૂદી તથા વ્યસનમુક્તિ માટે વ્યાખ્યાન આપ્યું હતું આ બંને ગામના લોકોએ વિદ્યાર્થીઓ ને ઉમળકાભેર આવકારી રેલી તથા નાટકને વધાવ્યું હતું અને ગામમાંથી આ દુષણ નાબુદ થાય તે માટે ગામ લોકો પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી હતી આઝાદીના અમૃત મહોત્સવ ના પાંચ પ્રકલ્પ અંતર્ગત ડીસા કોલેજ દ્વારા શરૂ થયેલ જનજાગૃતિ અભિયાન માં એન.એસ.એસ.ના સ્વયંસેવક ભાઈ બહેનો તથા અન્ય વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.ડીસા કોલેજના  આચાર્ય  રાજુભાઇ રબારી તથા નિયામકશ્રી છગનભાઈ પટેલ દ્વારા અભિયાન અંતર્ગત સતત માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થતો રહે છે અને હજુ પણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ડીસા કોલેજ દ્વારા શેરડી નાટક અને રેલીના માધ્યમથી કામ કરવામાં આવશે

Download Our B K News Today App



Related News