ડીસાના વિવાદાસ્પદ બગીચામાં ચાર દિવસ અગાઉ આગ લાગતાં બળીને રાખ થઈ ગ્યો હતો ત્યારે આ આગ કેવી રીતે લાગી તેવી તપાસની માંગ સાથે જાગૃત નાગરિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:23:23
  • Views : 286
  • Modified Date : 2022-04-15 11:23:23



બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રાજકીય વિવાદમાં કેન્દ્રમાં રહેલો નાનાજી દેશમુખ બગીચો ચાર દિવસ પહેલા લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયો છે..બગીચામાં આગ લાગવાની ઘટના બન્યા બાદ આગ તો બુઝાઇ થઈ ગઈ છે.. પરંતુ ડીસાના કેટલાક જાગૃત નાગરિકોએ બગીચામાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસની માંગ કરી છે અને કસૂરવારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે...

 

ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો બગીચો જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં રહ્યો છે. આ બગીચો તાજેતરમાં આગ લાગવાથી બળીને રાખ થઈ ગયો છે.. બગીચામાં આગ લાગ્યા બાદ આગ તો બુઝાઈ ગઈ છે.. પરંતુ વિવાદ હજુ પણ સમવાનું નામ લેતો નથી.. બગીચામાં આગ લાગ્યા બાદ બગીચો બળીને રાખ થઈ ગયો છે.. અને બગીચામાં આશ્રય મેળવી રહેલા જીવો પણ ભસ્મીભૂત થઈ ગયા છે. ત્યારે ડીસા નગરપાલિકા સંચાલિત નવા બગીચા માં કયા કારણોસર આગ લાગી છે તે દિશામાં તપાસ કરાવવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ આગને લઈ સમગ્ર ડીસા પંથકમાં લોકોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ આગની ઘટનાને અંજામ આપનાર કોઇ પણ વ્યક્તિ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે હોનારતને લઈ ડીસાના જાગૃત નાગરિકે બગીચામાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસની માંગ કરી છે. અને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે..

Download Our B K News Today App



Related News