ડીસાના જાગૃત નાગરિક દ્વારા બગીચો શરૂ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા બગીચો શરૂ કરવા માટે હકારાત્મક ઓરલ ઓર્ડર આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 12:04:24
  • Views : 282
  • Modified Date : 2022-07-03 12:04:24

 

ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નાનાજી દેશમુખ ગાર્ડન રાજકીય નેતાગીરીનો ભોગ બનતા આ બગીચાને બંધ કરી દેવામાં આવ્યો હતો.. ત્યારે ડીસાના જાગૃત નાગરિક દ્વારા બગીચો શરૂ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા બગીચો શરૂ કરવા માટે હકારાત્મક ઓરલ ઓર્ડર આપ્યો છે..

 

ડીસામાં વર્ષ ૨૦૧૮માં સ્થાનિક નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો.. આ બગીચો ખૂબ જ આધુનિક બગીચો હતો.. પરંતુ જે તે સમયે આ બગીચો તૈયાર કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા દ્વારા બગીચા માટેની જગ્યા પર સરકારની મંજૂરી મેળવ્યા વગર બિન નંબરી જમીન પર બગીચો બનાવી દીધો હતો.. અને તેના લીધે સરકાર દ્વારા આ બગીચાના વપરાશ પર સ્ટે આપવામાં આવ્યો હતો.. સરકાર દ્વારા સ્ટે આપવામાં આવ્યા બાદ લગભગ ચાર વર્ષથી બગીચો બંધ રહેતા બગીચા લગભગ બરબાદ થવાની કગાર પર આવી ગયો હતો. ત્યારે ડીસાના સુભાષભાઈ ઠક્કર નામના જાગૃત નાગરિક દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બગીચાને જનતા માટે ખુલ્લો મૂકવા માટે પી.આઈ.એલ. દાખલ કરવામાં આવી હતી.. જેને પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારે મૌખિક ઓર્ડર કરવામાં આવ્યો છે.. જેમાં ડીસા નગરપાલિકાને બગીચો શરૂ કરવા અને બગીચા પર કલેક્ટર કચેરી દ્વારા મૂકવામાં આવેલા સ્ટેને દૂર કરવા માટેની અરજી સાત દિવસમાં મોકલી દેવાની રહશે.. અને કલેક્ટર કચેરીએ પણ અરજી મળ્યાના ૧૫ દિવસમાં તેનો હકારાત્મક નિર્ણય લેવાનો આદેશ કરવામાં આવ્યો છે..

 

Download Our B K News Today App



Related News