હે ભગવાન... આવું મોત તંત્રને પણ આપે !!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:26:58
  • Views : 431
  • Modified Date : 2020-11-27 11:26:58

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જ સબ વાહિનીમાં ચાર મૃતદેહોને ઉપર નીચે નાંખીને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવામાં આવ્યા છે. કોરોના વાયરસ નગ્ન નાચ કરી રહ્યો છે ત્યારે તંત્ર પણ જાણે માનવતા ભૂલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સામાન્ય માણસ પણ આ પ્રકારના ફોટા જોઈને બોલતા જોવા મળ્યા છે કે હે ભગવાન... આ પ્રકારનું મોત તંત્રને
પણ આવવું જોઈએ, ત્યારે જ તેની સાચી વાસ્તવિકતાની ખબર પડશે.
કોરોનાનો કહેર શમવાનું નામ નથી લેતો ત્યારે લોકડાઉનના એક પછી એક તબક્કા બાદ પણ સ્થિતિ બેકાબૂ બનતી જાય છે. કોરોનાને કારણે મૃત્યુઆંક પણ દિનપ્રતિદિન વધતો જાય છે. તંત્ર કોરોના સામે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થતું દેખાય છે. કોરોના વાયરસમાં મૃત્યુ
પામેલ લોકોના મૃતદેહને ઘેટા બકરાની જેમ એક જ સબ વાહિનીમાં લઇ જવામાં આવે છે. કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનો માટે આ સ્થિતિ જોવી ખૂબ દુઃખદ ઘટના છે પરંતુ તંત્ર સામે કોઈનું કઈ પણ ચાલતું નથી. ગાંધીનગરમાં કોરોના વાયરસ સામેની કામગીરીમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડયુ હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે. એક સબ વાહીનીમાં ત્રણથી ચાર મૃતદેહોને સ્મશાને લઇ જવામાં આવે છે. કોરોનામાં શહેરમાં મૃત્યુ
પામનારના આંકડાની સામે તંત્રના
આંકડામાં પણ મસ્ત મોટો ફરક જોવા મળે છે.
ગાંધીનગર સ્મશાન ગૃહમાં એક મૃતદેહને નિકાલ કરવા માટે ઓછામાં ઓછા એકથી બે કલાકનો સમય લાગે છે. ત્યાં સુધી અન્ય મૃતદેહોને સબવાહીનીમાં જ મૂકી રખાય છે અને અને સબ વાહિનીમાં કામ કરતો સ્ટાફ પોતાના જીવને જોખમમાં નાંખી આ કામગીરી કરી રહ્યો છે. માત્ર બસો કે ત્રણસો રૂપિયાના મહેતાણા સામે નાનો કર્મચારી તમામ મૃતદેહોને ઉપાડીને સ્મશાન સુધી લઇ જાય છે. જ્યારે ખુરશીમાં બેઠેલ અધિકારીઓ અને નેતાઓ ફક્ત ઓર્ડર આપવામાંથી ઊંચા નથી આવતા.
સૂત્રો દ્વારા એ વાત પણ જાણવા મળી રહી છે કે શહેરમાં ફક્ત બે જ સબ વાહીની છે, ત્યારે એમ્બ્યુલન્સ
પર શબવાહિની લખી કામગીરી ચલાવી રહ્યા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ગાંધીનગર સ્મશાનોમાં અંતિમવિધિ માટે બે ચીમની ચાલે છે
અને એક ચીમનીમાં ખામી હોવાની વાત પણ તંત્ર દ્વારા ગુપ્ત રીતે ચાલી રહી છે.
ગાંધીનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોનાની સ્થિતિ વણસી રહી છે. નાગરિકો પણ હવે સ્થિતિની ગંભીરતા સમજી ગયા હોય તેમ આ માસ્કને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા લાગ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને ધ્યાને લેતા લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક નાગરિકો પોતેજ તંત્ર પર ભરોસો નહિ રાખી પોતે સજાગ થઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News