જૂનાડીસાના યુવાને ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:27:25
  • Views : 461
  • Modified Date : 2019-07-12 11:27:25

આજના યુગમાં નાના બાળકોને નાનપણથી જ કંઇક બનવાના વિચાર આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના જુનાડીસાના વિદ્યાર્થીએ દૂષિત પાણીને સ્વચ્છ કરવા માટેનો પ્રોજેક્ટ બનાવી ઉપ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મેળવતા બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
આજે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે દોડધામ કરતા હોય છે અને નોકરીઓ ન મળતા પ્રાઇવેટ નોકરી તરફ જતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ગામના એક યુવકે ગંદા પાણીને સ્વચ્છ બનાવવાના પ્રોજેક્ટ થકી ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.   જય સેવંતીલાલ મેવાડા જેને નાનપણથી જ સાયન્સ વિષયમાં ખુબ જ રસ હતો. જે પ્રાથમિક શિક્ષણ
પોતાના ગામ જુનાડીસામાં આવેલ સરકારી ગોળિયા સ્કૂલમાં લીધું હતું. જે બાદ ઉચ્ચ શિક્ષણ માટે તે ડીસાની આદર્શ સ્કૂલમાં ગયો હતો. જ્યાં તેને સાયન્સ અને મેથેમેટિક્સ વિષય પર અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. ત્યાં તેને અલગ અલગ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરી હતી. રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં જયેશના પ્રોજેક્ટનો પ્રથમ નંબર આવ્યો હતો. જે બાદ તેનું સિલેક્શન હૈદરાબાદ ખાતે યોજાનાર વિજ્ઞાનમેળામાં થયું હતું ત્યાં પણ તેની પ્રોજેક્ટનો પ્રથમ નંબર અપાતા તેને વોટર પ્રોજેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જયેશના પિતા એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે પરંતુ જયેશને નાનપણથી જ સાયન્સ અભ્યાસમાં ખૂબ જ રસ હોવાથી તેને અવારનવાર તેના પિતા પ્રોત્સાહન પૂરું પાડતા હતા. બાદમાં  જયેશે રાજકોટ ખાતે આવેલી બી.કે.મોદી કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ
પૂર્ણ કર્યો હતો. નાનપણથી જયેશને પોતાના પિતાનું નામ રોશન કરવાનો ધ્યેય હતો. જયેશને ૨૦૦૨માં પોતાના ગામમાં ગંદુ પાણી ભરાઈ રહેતું હતું અને આ ગંદા પાણીના કારણે આખું ગામ
હેરાન-પરેશાન થતું હતું. જેથી  જયેશે આ ગંદા પાણીના નિકાલ માટે સર્ચ કરી અને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જેનાથી ગંદુ
પાણી સીધું ફિલ્ટર થઈ અને સ્વચ્છ બની લોકોને તે પાણીનો ઘર વપરાશમાં ઉપયોગ કરી શકે તે બાદ જયેશ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટો બનાવી પોતાના પરિવારનું નામ રોશન કર્યુ હતું. જયેશ વિશે જ્યારે તેમના પિતાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ તેમના પુત્ર પર ગર્વ અનુભવ્યો હતો તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારો પુત્ર નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર છે. જેના કારણે તેને ઉપ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News