ધાનેરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-06 11:02:02
  • Views : 247
  • Modified Date : 2021-03-06 11:02:02

ધાનેરા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ધમસાણ ચાલી રહી છે. ત્યારે ફરી ધાનેરા પાલિકાના ભાજપના સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવતા ફરી વિવાદ ઉભો થવા પામ્યો છે. અને ફરીથી ધાનેરા તાલુકામાં
રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે.
ધાનેરા નગરપાલિકામાં થોડાક મહિના પહેલા ભાજપના સભ્યો દ્વારા ભ્રષ્ટાચારના મામલે નગરપાલિકા કમિશનરમાં
તપાસ માટેની અરજીને લઇને ગુજરાતના પાલિકા કમિશ્વરે કોગ્રેસના તમામ સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારે હાઇકોર્ટ દ્વારા આ હુકમને માન્ય ન રાખીને ફરી તપાસ કરીને હુકમ કરવા જણાવતા કોંગ્રેસના તમામ સભ્યો અને પ્રમુખ
ઉપપ્રમુખે ફરી સત્તા સંભાળી હતી. ત્યારે ફરીથી ભાજપના ૧૧ સભ્યો દ્વારા આ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની અરજી દાખલ કરવામાં આવતા ફરી રાજકીય ગરમાવો જાેવા મળ્યો છે. આ અવિશ્વાસમાં જણાવેલ કે પ્રમુખ ઉપપ્રમુખે
પોતાની સત્તાનો દુર ઉપયોગ કરીને પાલિકાના ભાજપના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વીપણાથી વહીવટ કરી પાલિકાના નાંણાનો દુર ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરેલ છે તેમજ
પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખે લોકોની મુખ્ય સેવા જેવી કે સફાઇ, આરોગ્ય અને અન્ય સેવાઓ પુરી પાડવામાં નિષ્ફ્ળ ગયેલ છે. જે અંગેની અવિશ્વાસની અરજી પાલિકામાં આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News