યાત્રાધામ ઢીમા ગ્રામપંચાયત અવિશ્વાસની દરખાસ્ત અટકાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:01:31
  • Views : 461
  • Modified Date : 2019-07-20 11:01:31

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાની ગ્રામપંચાયત છેલ્લાં કેટલાંક સમયથી વિવાદોમાં ઘેરાઈ છે. તો વળી દસ હજારની જનસંખ્યા ધરાવતાં પવિત્ર યાત્રાધામમાં દર પૂનમે પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે તો વળી કાયમી યાત્રાળુઓની ભીડ રહે છે. ઢીમાધામમાં શ્રી ધરણીધરજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. છતાં પણ અહીંયા જાહેર શૌચાલય, સ્નાન ઘર, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ કે આરોગ્યની સેવાઓ પણ પૂરતી મળતી નથી ત્યારે ગ્રામજનોમાં રાજ્ય સરકાર દ્વારા મળતી લાખ્ખો રૂપિયાની ગ્રાંટ ક્યાં
વપરાય છે ? તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.
યાત્રાધામ ઢીમાની
ગ્રામપંચાયત દ્વારા વિકાસના કામોના નામે લાખ્ખો રૂપિયાની ગ્રાંટ વપરાઈ રહી છે. તો વળી ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોની સુખાકારી વધે તેવું કોઈ નક્કર આયોજન આજદીન સુધી થયું નથી. ગામમાં રખડતા ઢોર માટે પશુ ડબ્બો, યાત્રાધામમાં ઠેર ઠેર ઉકરડાંઓ, સહિતની અનેક પ્રાથમિક સુવિદ્યાઓથી વંચિત રહ્યું છે. ત્યારે સરપંચ દ્વારા
તાજેતરમાં ગ્રામપંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તૈયાર થયા હતા. ત્યારે સરપંચે પાંચથી પણ વધારે ભાજપનાં સભ્યોને પૈસા આપ્યાં હોવાનું ગ્રામજનોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે યાત્રાધામ ઢીમાનો વિકાસ કરવો હોય તો કાયમી સરપંચની ચૂંટણીઓ કરવી પડે અને અવિશ્વાસની દરખાસ્ત કરીને આ સરપંચને કાયમી માટે વિદાય આપવી પડે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ અંગે યાત્રાધામ ઢીમાના ડે.સરપંચ નરબતાભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે યાત્રાધામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો વળી ગામમાં જાહેર શૌચાલય બને તો લાખ્ખો યાત્રાળુઓને મુશ્કેલીઓ વેઠવી પડે નહીં. ત્યારે અમો બધા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત માટેની તૈયારીઓ કરી હતી. ત્યારે પાંચથી પણ વધારે સભ્યો તૈયાર નથી. ત્યારે આ મુદ્દો યાત્રાધામમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Download Our B K News Today App



Related News