સરહદી વાવ, ઢીમા પંથકમાં અવિરત મેઘમહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 11:42:21
  • Views : 421
  • Modified Date : 2019-10-01 11:42:21

સરહદી વાવ તાલુકામાં બે દિવસથી અવિરત મેઘમહેરને
પગલે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે. તો વળી આ કુદરતી આફત સામે ખેડૂતો લાચાર છે. સરહદી
પંથકમાં ખેડૂતોના બાજરી, જુવાર સહિત કઠોળના પાકો જે ઉભા ખેતરમાં અત્યારે
કાપણીનો સમય હોઈ ખેતરો જળબંબાકાર બન્યા છે. ત્યારે સત્વરે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરહદી ઢીમા, વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં ત્રણ દિવસથી ધીમીધારે અવિરત વરસાદને પગલે ખેડૂતોના પાક નષ્ટ થઈ જવા પામ્યા છે. તો વળી મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ખેતરમાં ખેડ અને વાવણી માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે ચાલુ સાલે વરસી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર પંથકમાં ભારે નુકસાન થવાની દહેશત ફેલાઈ છે.


Download Our B K News Today App



Related News