આવી રીતે ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતવાવની ચોથાનેસડા માધ્યમિક શાળાનું મકાન નથી બાળકોને માત્ર એક જ શિક્ષક ભણાવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 12:12:37
  • Views : 485
  • Modified Date : 2019-07-09 12:12:37

વવ તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ચોથાનેસડા ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સરકારી શાળા આવેલી છે. તો વળી જર્જરીત મકાનમાં ભણતાં બાળકોને જીવનું જોખમ રહે છે.  ધો,૮ અને ૯ના બાળકોને  માત્ર એક જ શિક્ષકના સહારે બાળકો ભણી રહયા છે. ત્યારે ગુજરાત સરકારની ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતની માત્ર વાતો જ લાગે છે.
મળતી માહિતી મુજબ, સરહદી વાવ તાલુકામાં
શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ અને જિલ્લા મથક
પાલનપુરથી અપડાઉન કરતાં શિક્ષકોથી વાવ પંથકમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે.ત્યારે વાવ તાલુકા કેળવણી નિરીક્ષક પોતે હપ્તાઓમાં જ રસ લેતા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે.ત્યારે વાવની ચોથાનેસડા માધ્યમિક શાળાના મકાન અને શિક્ષકોના અભાવે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ત્યારે ગ્રામજનોએ જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી છે અને નવીન મકાન માટે બે વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જમીન ફાળવણી કરી હતી.ત્યારે ગ્રામજનોની માંગ છે કે સત્વરે રાજ્ય સરકાર દ્વારા બાળકોના હિતને ખાતર શિક્ષકોની ભરતી કરી નવીન મકાન માટેની કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો શાળાને તાળાબંધી કરીશું તેવું ભીખાભાઈ પીરાભાઈ પરમારે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News