પાટણના સ્કૂલ વાન અને રિક્ષાચાલકોએ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 11:54:09
  • Views : 538
  • Modified Date : 2019-06-20 11:54:09

પાટણ શહેરમાં સ્કૂલની વર્ધીયોમા ફરતી સ્કૂલવાન અને રિક્ષાઓ સામે આર.ટી.ઓ. અધિકારીઓ દ્વારા મેમા આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બુધવારના રોજ સ્કૂલવાન અને રિક્ષાના ડ્રાઈવરોએ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી તેમના વાહનો ને ટેક્સી પા‹સગ કરાવવા માટે બાર મહિના જેટલો સમય આપવાની માંગ કરી હતી.
પાટણ શહેરમાં થોડા દિવસ અગાઉ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરી ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને પોતાના હાથમાં બેસાડી અવર-જવર કરી રહેલા વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ સ્કુલવાનમાં ફરતી વાન અને રિક્ષાઓને ટેક્સી પા‹સગ કરાવી લેવાની આરટીઓ દ્વારા સુચના આપવામાં આવતા ગતરોજ બોલવાનું અને રિક્ષા
ચાલકોએ નિવાસી કલેકટર બી.જી. પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું તેમજ ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે આર.ટી.ઓ. અને પોલીસ દ્વારા એક જ વાહનને એક દિવસમાં બે બે વાર મેં મા આપવામાં આવે છે તે બાબત યોગ્ય નથી અને સામાન્ય સ્કૂલવર્ધી મારી રહેલા ડ્રાઈવરોને આવી દંડની રકમ પોસાય તેમ નથી વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મોટા ભાગની સ્કુલ વાન અને રિક્ષાઓ લોનથી લીધેલી છે. ક્યારે આરટીઓ દ્વારા આ વાહનોને ટેક્સી પા‹સગ કરાવવાની સુચના આપવામાં આવે છે પરંતુ આ વાહનો ઉપર બેંક અને ફાયનાન્સ કંપનીની લોન ચાલતી હોય તેઓ વાહનમાલિકોને એન.ઓ.સી. આપતા નથી. બધી લોન ભરપાઈ થાય તો જ એન.ઓ.સી. આપે છે. જેથી જ્યાં સુધી વાહનની લોન કરી ન શકાય ત્યાં સુધી ૧૨ મહિના માટે આરટીઓ કચેરી દ્વારા ટેક્સી પા‹સગ કરાવવા માટેની સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી.
નિવાસી કલેક્ટર વાહનચાલકોની રજૂઆત કલેકટર સમક્ષ મુકવાની હૈયાધારણા આપી હતી.

Download Our B K News Today App



Related News