દિયોદરથી લાખણી તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ નહેર ચાલુ કરાવવા આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 11:14:27
  • Views : 426
  • Modified Date : 2020-02-19 11:14:27

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાથી અનેક ખેડૂતોને લાભ થઈ શકે છે.
પરંતુ આ કેનાલ છેલ્લાં ઘણાં સમયથી કોરી-ધાકોર પડી રહેતા ખેડૂતોને પાણી મળતું નથી. ત્યારે આ નહેર દ્વારા ખેડૂતોને
પાણી મળી રહે તે માટે સ્થાનિક ખેડૂતો દ્વારા આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું.
 બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે મોટાભાગના ખેડૂતો અહીં ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી કુદરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો
પર ખફા થઈ હોય તેમ એક
પછી એક મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી નર્મદાનું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં
પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક મેળવી અને કમાણી કરી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા નર્મદાની નહેરો બનાવવામાં આવી છે. પરંતુ આ નહેરોમાં પાણી ન પહોંચતા ખેડૂતોના મોટાપાયે ખેતરોમાં પાકને નુકસાન થઈ રહ્યુ છે. એક તરફ ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્નો કરી રહી છે આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ છે કે જ્યાં સમયસર નર્મદા નહેરમાં પાણી ન પહોંચતા તેમના ખેતરોમાં ઉભેલા પાક બગડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોના ખેતરમાં ઉભો પાક બળી રહ્યો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડૂતોને સમયસર પાણી મળી રહે છે તેવી વાતો કરી રહ્યા છે અને બીજી તરફ દિયોદરના ખેડૂતોને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવાતા આ ખેડૂતો રોષે ભરાયા હતા. દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં જ સારીમાં આવેલા પાણી પુરવઠાના ત્રણ બોર બંધ કરવામાં આવશે.
ખેડૂતોના લાભની વાત કરતી સરકાર આજે ખેડૂતો માટે કશું જ ન કરતી હોય તેવું લાગી રહ્યુ છે. સતત કુદરતનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ બધી કુદરતી આપત્તિ ભૂલી જઈ ફરી એકવાર ઉભા થવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને જાણે ખેડૂતોની કશું પડી જ ના હોય તેમ મન ફાવે ત્યારે નર્મદાનું પાણી છોડવામાં આવે છે અને મન ફાવે ત્યારે પાણી બંધ કરી દેવામાં આવે છે. ત્યારે સરકાર પણ આ બાબતે ખેડૂતોનું ધ્યાન રાખી અને નર્મદાનું પાણી સમયસર ખેડૂતોને મળી રહે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News