ભાખરી ગામના ખેડૂતોએવાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 11:23:39
  • Views : 421
  • Modified Date : 2019-11-29 11:23:39

વાવ તાલુકાના ભાખરી ગામના ખેડૂતોની જમીન કાયદેસરની પોતાની માલિકીની હતી અને હાલમાં તે રેકોર્ડ ના ભૂલના કારણે શ્રીસરકાર થયેલ હોવાથી ગામના ખેડૂતોએ પોતાની જમીન પાછી મેળવવા માટે વાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું
ખેડૂતોએ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે જે જમીન ૩૭/૨ શ્રી સરકાર ખાતે આવેલ છે તે ખરાબ કે ઘરડા નહીં કે ગૌચરની નથી પણ અમારા વડીલોને પાર્જિત જાગીર વખતની જમીન છે અને અમે આવીએ છીએ અમે અમારા કુટુંબનું ગુજરાન આ જમીનને ખેડીને ચલાવીએ છીએ. આ જમીન શ્રીસરકાર ખાતે આવે છે તે જમીન રેવન્યુ રેકોર્ડvા ભૂલના કારણે શ્રીસરકાર થયેલ છે અને એવું કોઈ દબાણ સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર કબજો કરેલ નથી છતાં પણ સરકાર દ્વારા જમીન ખાલી કરવા માટે પગલાં લેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે યોગ્ય આંદોલન કરીશું અને ખેડૂતો સામૂહિક આત્મવિલોપન કરતાં પણ અચકાશું નહીં. જે બાબતે  સરકારને ચેતવણી આપી હતી અને કહ્યુ હતુ કે આ બાબતની જવાબદારી સરકારની રહેશે.


Download Our B K News Today App



Related News