યુ.જી.વી.સી.એલ.કંપની દ્વારા કરવામાં આવેલ ચેકિંગના વિરુધ્ધમાં આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 12:35:13
  • Views : 608
  • Modified Date : 2019-09-15 12:35:13

કાંકરેજ તાલુકામાં બે ત્રણ દિવસથી સરકાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વૈચ્છીક લોડ વધારાના અનુસંધાને યુ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્વારા છેલ્લાં બે દિવસથી સ્વૈચ્છીક લોડ વધારાના વિરુધ્ધમાં તાલુકાના ખેડૂતોના બોર ઉપર જઇ યેનકેન પ્રકારે ખેડૂતોને પુછ્યા વગર ખેડૂતને વધારાના લોડ પ્રમાણે દંડ ફટકારી નોટીસો આપવામાં આવી હતી. તાલુકાના ખેડૂતોને યુ.જી.વી.સી.એલ.દ્વારા યેનકેન પ્રકારે સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો લોડ વધારો માંગે તો જોવે એટલો આપવામાં આવતો નથી અને આપે તો તેના પ્રમાણમાં ડી.પી. આપતા નથી.
ત્યારે ખેડૂતોએ શિહોરી ખાતે આવેલ યુ.જી.વી.સી.એલ.ની ઓફિસે એકઠાં થઇ ધરણા કર્યા હતા અને અનેક માંગણીઓ  જેવી કે વીજ ચેકિંગ સદંતર બંધ કરવુ, ખેડૂતોના બોરના કે મીટરના ફીકસ ચાર્જ બંધ કરવા, વાયરિંગ, બોલ્ટ, રીપેરિંગ કરવુ, પિતાના નામનું કનેકશન વારસદારના નામે કરવુ તેનો કોઇ ચાર્જ વસુલવો નહી અને ડીપોઝીટ લેવી નહી, બનાસનદીમાં પાણી છોડવુ વગેરે મુદ્દાઓ સાથે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ વિશાળ સંખ્યામાં કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ માંગો નહી સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News