માણસા વિસ્તારમાં જંત્રીની વિસંગત્તા દૂર કરવા માટે આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:29:46
  • Views : 255
  • Modified Date : 2021-03-11 11:29:46

માણસા શહેર વિસ્તારમાં આવેલી ખેડૂતોની જમીનના ભાવ પ્રમાણે જંત્રીમાં વિસંગતતાઓને લઇ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રી સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે સરકારની હાલની જંત્રી પ્રમાણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તે બાબતે આજે માણસા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ મામલતદારને એક આવેદનપત્ર આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
બુધવારે ગુજરાત મહેસુલ ખેડૂત હિત રક્ષણ સમિતિના માણસા તાલુકાના ખેડૂતો દ્વારા માણસા શહેરી વિસ્તારમાં કસ્બાના અવિકસીત વિસ્તારમાં વર્તમાન જંત્રીમાં વધારો કરેલ છે તે પરત ખેંચવા બાબતે માણસા મામલતદારને એક આવેદન
પત્ર આપી જણાવ્યું હતું કે માણસા ગાંધીનગર રોડથી એક બે ખેતર અંદર વર્તમાન જંત્રીના ભાવ પ્રમાણે અંદરના અવિકસિત ભાગમાં ૫૦% ભાવે જમીનનું વેચાણ થાય છે મેઈન રોડથી અંદર એક કિલોમીટરમાં સળંગ એક જ ભાવ ગણવામાં આવે છે. જ્યાં પહેલા નંબરનો ભાવ ૩૮ લાખ રૂપિયા હોય તો અંદરના ભાગે બે નંબર છોડી ૧૫ થી ૧૭ લાખ રૂપિયામાં હાલનું વેચાણ થાય છે અને એનાથી અંદરના ભાવ માત્ર
પાંચથી આઠ લાખ રૂપિયા છે. આમ માણસા વિસ્તારના દરેક ભાગોમાં મોટા ભાગના અંદરના ભાગે મૂળ જંત્રીની કિંમતના ૫૦% કિંમત જાેવા મળે છે એને પ્રોપર્ટી ૫૦% ફરક જાેવા મળે છે જેથી સરકાર દ્વારા નવીન સર્વે કરાવી આવી શકયતાને દૂર કરવા માટે માંગ કરી છે તો ખેડૂતોને તેમને લગતાં મહેસુલના કોઈપણ પ્રશ્ન માટે સમિતિના કન્વિનર ડી.કે.રાજપરાને મોબાઇલ નંબર ૯૯૨૫૦૧૭૨૮૫  પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News