લાખણી શિક્ષક સંઘે વિવિધ માંગણીઓને લઇ આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-01 11:48:04
  • Views : 445
  • Modified Date : 2019-12-01 11:48:04

લાખણી ખાતે તાલુકાના શિક્ષકો દ્વારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર શનિવારના રોજ તેમની પડતર વિવિધ માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી ૦૧/૦૧/૨૦૧૬ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલાં એકસરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી, ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪૨૦૦/- ગ્રેડ ચાલુ રાખવા બાબતના પ્રશ્નોને લઈ લાખણી સરસ્વતી વિદ્યાલયના
પટાંગણમાં ધરણા કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં શિક્ષકો એકઠાં થઇ લાખણી તાલુકા સેવા સદન ખાતે જઇ શાંતિપૂર્વક માહોલમાં અંદાજે ૧૦૦ જેટલા શિક્ષકોએ મામલતદાર ડી.સી. પરમારને આવેદનપત્ર આપ્યું હતું. જે પ્રસંગે લાખણી તાલુકા સંઘના પ્રમુખ જોધસિંહ વાઘેલા, જે. કે. પઢાર, આર.બી. પરમાર, શામળભાઈ રબારી, લાખસિંહ રાજપૂત,  ખેંગારભાઇ, શંકરલાલ, આયદાનભાઈ, અફરોજબેન, ચેતનાબેન વગેરેની સાથે મોટી સંખ્યામાં શિક્ષકો ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News