ખેડબ્રહ્મા ખાતે અમરાપુરની યુવતીના કેસમાં આરોપીઓને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 11:43:01
  • Views : 411
  • Modified Date : 2020-01-16 11:43:01

સમગ્ર રાજ્યમાં મોડાસાના અમરાપુર ગામની યુવતી કાજલને ન્યાય અપાવવા ગામેગામ તથા શહેરોમાં આવેદનપત્રો આપી તથા કેન્ડલ માર્ચ રેલીઓ દ્વારા શ્રધ્ધાજલિ આપવામાં આવી રહી છે અને આવા અપરાધના ગુન્હામાં
સંડોવાયેલ આરોપીઓને ફાંસી આપવાની માંગો કરવામાં આવી રહી છે. ત્યારે ખેડબ્રહ્મા ખાતે પણ યુવાનો દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી કાજલને ન્યાય અપાવવા અંગે સુર પુરાવ્યો હતો અને આરોપીઓને ફાંસી આપોની માંગ કરવામાં આવી હતી તથા અવાર-નવાર બનતા આવા કેસો બાબતે ગંભીરતા લઈ સરકાર દ્વારા યોગ્ય અને સખ્ત કાનૂન બનાવવા અંગેની પણ માંગ ઉઠવા લાગી હતી. ખેડબ્રહ્મા ખાતેની આ રેલી લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આ યુવતીના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી રેલીના સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી
સંખ્યામાં સામાજિક કાર્યકરો, આગેવાનો તથા યુવાનોએ ભાગ લીધો હતો સાથે સાથે આવી ગુન્હાહિત પ્રવૃતિઓ કરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ બળાત્કાર જેવા ગુન્હા સામે ફાંસીની સજાનો કાયદો અમલમાં લાવી તાત્કાલિક આવા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવાની પણ માંગ કરવામાં આવી હતી. રેલી શ્રધ્ધાંજલિના રૂપમાં
શાંતિપૂર્વક નીકળી હતી અને આવેદનપત્રના રૂપમાં રેલીના લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે મામલતદારને વિનંતી કરી હતી અને તે
વિનંતી સ્વીકારી મામલતદાર દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની પણ બાંહેધરી આપી હતી.


Download Our B K News Today App



Related News