પ્રાથમિક સુવિધા બાબતે ધાનેરા પ્રાંતઅધિકારીને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 11:44:45
  • Views : 426
  • Modified Date : 2019-09-19 11:44:45

ધાનેરા-ડીસા હાઇવે પર આવેલ જલારામ અને વિવેકાનંદ સોસાયટીના રહીશોએ નવીન બની રહેલા
પુલના કારણે પડી રહેલી મુશ્કેલી અને સોસાયટીમાં પ્રાથમિક સુવિધા બાબતે ધાનેરા પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત સરકાર તમામ શહેરોમાં બ્રીજ બનાવવાનું કાર્ય કરી રહી છે. જે પ્રગતિશીલ ગુજરાતનું ઉદાહરણ ગણી શકાય એમ છે. પણ ધાનેરામાં બની રહેલો રેલ્વે પુલ જલારામ સોસાયટી અને વિવેકાનંદ સોસાયટી માટે મુશ્કેલીભર્યો વિકાસ સાબિત થવાના એધાણ થતા બુધવારે ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર
આપવા મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો આવ્યા હતા.  અને
પોતાની મુશ્કેલી વર્ણવી હતી. સોસાયટીના રહીશોએ સર્વિસ રોડ રેલ્વેલાઈનને ક્રોસ કરતો નથી. જેના કારણે અકસ્માતનો ખતરો વ્યક્ત કર્યો હતો. ડ્રેનેજ આઉટ માટે ગટરનો પ્રશ્ન અને બન્ને સોસાયટીમાં ગટર લાઈન, પાણીની લાઈન વગેરે બાબતની ધારદાર રજૂઆત કરી હતી. સાથોસાથ રહીશોએ જો જલ્દી ઉકેલ  નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. જો સીધી વાત કરવામાં આવે તો હાલ તો બન્ને સોસાયટીના રહીશોએ આવેદનપત્ર આપ્યું છે પણ આગળ કદાચ આ બાબતે કોઈ નવું રણસિંગુ ફૂંકે તો પણ નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News