ડીસામાં સ્વયં સૈનિક દળ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:05:47
  • Views : 389
  • Modified Date : 2020-01-11 11:05:47

ડીસામાં  સ્વયં સૈનિક દળ દ્વારા સ્થાનિક સ્થાનિક નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપવા ઉપરાંત મોડાસામાં બનેલી હત્યાની ઘટનાના આરોપીઓને ફાંસી આપવા ઉપરાંત જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા શખ્સો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
મોડાસામાં દલિત યુવતિ
પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેની કરપીણ હત્યા કરવાનો મુદ્દો અત્યારે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે અને આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ ઘટનાને અંજામ આપનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી ઝડપથી કરવામાં આવે. ત્યારે  ડીસામાં સ્વયં સૈનિક દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને મોડાસાની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચારનારા તત્વોને પણ નિર્ભયાના આરોપીઓ જેવી કડક સજા કરવામાં આવે. આ ઉપરાંત સ્વયં સૈનિક દળ દ્વારા તાજેતરમાં ભારતની પ્રતિષ્ટિત શૈક્ષણિક સંસ્થા જે.એન.યુ.માં કેટલાક બુકાનીધારકોએ પ્રવેશ કરી જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર જે હુમલો કર્યો તે શખ્સોને આતંકવાદી કહીને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Download Our B K News Today App



Related News