યુનિવર્સિટીમાં પુનઃમૂલ્યાંકન ચાલતા ભ્રષ્ટ્રાચાર બાબતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 10:56:38
  • Views : 408
  • Modified Date : 2019-07-21 10:56:38

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં છેલ્લાં બે વર્ષમાં એમએસસી સેમેસ્ટર ૩ અને ૪ ની પરીક્ષા બાદ કરવામાં આવતી પુનઃ મૂલ્યાંકનની કામગીરીમાં  ગુણ સુધારણાનું કૌભાંડ સામે આવ્યું છે. તેમજ ૨૦૦ જેટલી ઉત્તરવહીઓના સ્ટીકરો ઉખાડીને ફરીથી લગાવવાની બાબત યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા યુનિવર્સિટીમાં પુનઃ મૂલ્યાંકનની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાની આશંકાઓ વ્યક્ત થતા શનિવારના રોજ યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિના કાર્યકરો દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પંદર દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લાં કેટલાક સમયથી પરીક્ષાઓ બાદ કરવામાં આવતી પુનઃ મૂલ્યાંકનની કામગીરીમાં ચાલતી ગેરરીતિને લઈ ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮ માં લેવામાં આવેલી એમએસસી સેમેસ્ટર ૩ ની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં ગુણ સુધારીને તેમને પાસ કરવાની અને અન્ય કેસમાં આખેઆખી ઉત્તરવહી બદલી નાંખીને વિદ્યાર્થીને પાસ કરવાની ઘટના યુનિવર્સિટીના
પરીક્ષા વિભાગના ધ્યાને આવતા કુલપતિ ડોક્ટર અનિલભાઈ નાયક દ્વારા બે સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા
પુનઃ મૂલ્યાંકનની કામગીરીમાં
ગેરરીતિ થઇ હોવાની તપાસ શરૂ કરવામાં આવે તે પહેલાં જ તપાસ સમિતિના બે સભ્યોમાંથી એક સભ્ય ડોક્ટર જીજે વાળા દ્વારા કામગીરીનું ભારણ આગળ તારીખ સમિતિમાંથી રાજીનામું આપવા માટે યુનિવર્સિટીને વિનંતી કરી છે જેને લઈ હાલમાં આ તપાસ ખોરંભે ચડી છે.
ત્યારે ચાલુ વર્ષે લેવામાં આવેલી એમએસસી સેમેસ્ટર ૪ ની પરીક્ષામાં ૨૦૦ જેટલી ઉત્તરવહીઓના સ્ટીકરો ઉખાડીને ફરીથી લગાવવામાં  આવ્યા હોવાનું પરીક્ષા વિભાગના ધ્યાન પર આવતા
પરીક્ષા વિભાગ દ્વારા આ આ મામલે ગેરરીતિ થઈ છે કે કેમ તે બાબતની ખરાઈ કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીમાં
રિ-એસેસમેન્ટમાં કૌભાંડ સામે આવતા વિદ્યાર્થીઓના હિતને કોઈ અન્યાય ન થાય અને સાચા વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઇ નુકસાન ન થાય તે માટે ગતરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિના કાર્યકરો દ્વારા રજીસ્ટારને આવેદનપત્ર આપી રી-એસેસમેન્ટમાં ચાલતા કૌભાંડની સાચી તપાસ કરીને  જવાબદારો સામે  કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.  તેમજ  પી.એચ.ડી.ના અભ્યાસક્રમોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ખાસ  સંશોધન કર્યા વિના જ સામાન્ય વિષયો સાથે પીએચડીની ડિગ્રીઓ  લેવામાં  આવી રહ્યો હોવાના  આક્ષેપ કરવામાં આવ્યા હતા  તેમજ  આગામી ૧૫ દિવસમાં રી-એસેસમેન્ટની  ગેરરીતિની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો  યુનિવર્સિટી ખાતે  ધરણા પ્રદર્શન કરી  ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી. આ પ્રસંગે  લાલેશભાઈ ઠક્કર, હાર્દિક પટેલ વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News