ક્ષત્રિય એકતા મંચ દ્વારા આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:26:15
  • Views : 660
  • Modified Date : 2020-11-01 11:26:15

બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.  છેલ્લા કેટલાક સમયથી હત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તાજેતરમાં હરિયાણાના વલ્લભગઢના  નિકિતા તોમર (રાજપૂત) નામની કોલેજીયન યુવતીને લવ જેહાદને વશના થતા જાહેરમાં તેણીને ગોળી મારી તોસિફ અને રેહાન નામના મવાલીઓએ ક્રૂર હત્યા કરી નાખેલ છે. અને
પરિણામે નિર્દોષ દીકરીએ જીવ ગુમાવ્યો છે તેને ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા સખત શબ્દમાં વખોડી કાઢે છે અને આવા આસામાજીક તત્વોને કડક સજા મળે અને તેનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે અને તે કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવા ક્ષત્રિય રાજપૂત એકતામંચ બનાસકાંઠા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બનાસકાંઠાના માન્ય કલેક્ટર  મારફત રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદન પત્ર તેમજ રાષ્ટ્રપતિને ડાયરેક્ટ વિવિધ સંગઠનો દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવા અને નિકિતાના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ અંગે ક્ષત્રિય એકતા મંચના યુવા પ્રમુખ જશવંતસિંહ વાઘેલા (એડવોકેટ) એ જણાવ્યું હતું કે છાશવારે આવી ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ બહેન દીકરીઓ આવા અસામાજીક તત્વોના ભોગ બનતી હોય છે અને આવા અસામાજીક તત્વો ઉછીના  કપડાં અને ભાડે બાઈકો લઈ ઘણીવાર ભોળી છોકરીઓને ફસાવતા હોય છે અને તેમની
પાછળ થી બ્લેક મેઇલ કરી  બદનામ કરતા હોય છે તેથી ભવિષ્યમાં શાળા-કોલેજો ખુલતા શાળા-કોલેજમાં વિદ્યાર્થી ઓને સલામતી માટે પોલીસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે આવી કોઈ પણ બહેન દિકરીઓને આવા અસામાજીક તત્વોથી હેરાન પરેશાન હોય તો ડર્યા વિના સંગઠનનો સંપર્ક કરવા પણ કહ્યું હતું, અને આવા અસામાજીક તત્વોને કાયદાનો નહીં એનાથી શકે તેઓને સંગઠન આવા અસામાજીક તત્વો જે ભાષામાં સમજશે તે ભાષામાં પોતાના જોખમે અને ખર્ચે સમજાવવાની ક્ષમતા સંગઠન ધરાવે છે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ક્ષત્રિય રાજપૂત એકતામાં જ બનાસકાંઠાના તેમજ પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય પ્રમુખ જશવંતસિંહ વાઘેલા (એડવોકેટ) તેમજ તેના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠન જેવા કે વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ બજરંગ દળ, રામ સેવા સમિતિ, જેવા નામી અનામી સંગઠનનો હાજર રહી આ બનાવ વિશે ખેર વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવી તેમજ રાષ્ટ્રપતિને સ્પીડ પોસ્ટથી વિવિધ સંગઠનો દ્વારા પત્ર
પાઠવી તેમજ નિકિતાના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલી પાઠવી કાર્યક્રમ સફળ બનાવેલ હતો. આવા મવાલીઓને જલદીથી જલદી સજા થાય તે  હેતુથી આ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.ટ્ઠ

Download Our B K News Today App



Related News