વિ.હિ.પ, ડીસા અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 11:26:40
  • Views : 566
  • Modified Date : 2020-04-22 11:26:40

ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને  પ્રખડ બજરંગ દળ દ્વારા ડીસા નાયબકલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સાધુઓ પર હુમલો કરનારને સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તાજેતરમાં  (મહારાષ્ટ્ર)
પાલઘર જિલ્લાના કાંસા ગામ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા સાધુ સંતો પર હુમલો કરી ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરકાર દ્વારા તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી સમયમાં સરકાર દ્વારા આવા લોકો સામે કોઇ જ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશમાં આંદોલનો પણ કરવામાં આવશે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી આવા લોકોને સજા આપે જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ સાધુ-સંતો પર હુમલા થતા અટકી શકે છે. આ આવેદનપત્રમાં મહેન્દ્રભાઈ માળી, અશોકભાઈ ખત્રી, જયેશભાઈ દેસાઈ, આકાશભાઈ ધૈરાવ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News