બિનસચિવાલય પરીક્ષા મુદ્દે મામલતદારને અવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 12:10:47
  • Views : 422
  • Modified Date : 2019-12-07 12:10:47

દિયોદર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા તેમજ એનએસયુઆઈ  અને મારુતિ કેરિયર એકેડમીના સહયોગથી  મામલતદાર દિયોદરને આવેદનપત્ર આપી તાજેતરમાં બિનસચિવાલયની
પરીક્ષામાં ગેરરીતિઓ તેમજ  અસંવેદનશીલ સરકારના  વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાના મળતિયાઓને નોકરી અપાવા પેપરોને ફોડી નાખવામાં આવે છે અથવા તેમાં ગેરરીતિઓ દ્વારા તેમને મદદ કરવામાં આવે છે. જેના લીધે લાખો યુવા પેઢીઓના ભવિષ્ય સાથે અન્યાય થાય છે અને ખરેખર તે નોકરી માટે જે લાયક છે તે નોકરીથી વંચીત રહે છે. તાજેતરમાં યોજાયેલ બિનસચિવાલય પરીક્ષામાં
ગેરરીતિના પુરાવા સરકારમાં રજૂ કર્યા છતાં પણ હજુ સુધી તેને રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા ન લેવાતા આવેદનપત્ર આપી મામલતદાર દિયોદરના માધ્યમથી અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે આ ગેરરીતિ આચરનાર દોષિતોને કડક સજા કરે, પરીક્ષા રદ કરવામાં આવે અને આવનારા સમયમાં ફરીવાર આવું ક્યારેય નઈ બને તેની સરકાર ખાતરી આપે. નહીં તો આવનારા સમયમાં યુથ કોંગ્રેસના યુવાનો સાથે મળીને સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને
પરીક્ષા રદની માંગણી કરી હતી.
આ પ્રસંગે યુથ કોંગ્રેસના પ્રમુખ બળદેવ બારોટ, સેવાદળના પ્રમુખ સેવંતીલાલ ઠક્કર, મારુતિ એકેડમીના જયંતિભાઈ તેમજ તેઓની ટીમ તેમજ દિનેશભાઇ પટેલ ફોરણા, સચિનભાઈ ભાટી  તેમજ બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી રાજ્યસરકાર
પાસે બિનસચિવાલયની પરીક્ષા રદ કરીને નવેસરથી પરીક્ષા યોજાય અને પરિક્ષાર્થીઓને ખર્ચ પેટે દરેકને ૧ /૧ હજાર
રૂપિયાના વળતરની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News