દિયોદર તાલુકા સરપંચ સંગઠને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 11:44:56
  • Views : 435
  • Modified Date : 2019-11-05 11:44:56

વાવાઝોડની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને
રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે દિયોદર
પંથકમાં પણ ખેતી પાકો જેવા કે કપાસ, મગફળી, ગવાર, બાજરી, એરંડામાં વ્યાપક નુકસાન થયુ છે. તેમજ રાયડાના અને બટાકાના વાવેતરમાં ખેડૂતોને નુકસાન થયુ છે. ત્યારે દિયોદર તાલુકાના સરપંચ સંગઠન દ્વારા દિયોદર તા.પ. પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા, તેમજ ઇન્ચાર્જ પ્રમુખ બળવંતજી ઠાકોર, મામલતદાર પી.એસ. પંચાલ, પ્રાંત કલેકટરને   આવેદનપત્ર પાઠવી સરકાર ખેડૂતોને થયેલ નુકસાનનું સત્વરે સર્વે કરવી અને અસર ગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચુકવણીની માંગ કરી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકાના
સરપંચ સંગઠનના હોદેદારો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પાસે ખેડૂતોને તાત્કાલિક સહાયની માંગણી કરી હતી.

Download Our B K News Today App



Related News