લાખણી પ્રેસ ક્લબએ જુનાગઢમાં પત્રકારો ઉપર થયેલ હુમલાના વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:21:51
  • Views : 442
  • Modified Date : 2019-05-14 11:21:51

જુનાગઢમાં રાધારમણ
ટેમ્પલની ચૂંટણી કવરેજ કરતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપર
પોલીસ દ્વારા બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.  પોલીસ દ્વારા ખાખી વર્ધીની આડમાં
શાંતિપ્રિય ગુજરાતને કલંકિત કર્યુ છે. લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકાર ઉપર હુમલો કરીને પોલીસે કાયરતા બતાવી છે. જો પોલીસે હુમલો જ કરવો હોય તો અરાજકતા ફેલાવતા ત¥વો, ખંડણી ઉઘરાવતા તત્વો, બુટલેગરો વગેરે ઉપર લાઠી ચાર્જ કરો તો બહાદુરી કરી કહેવાય. બાકી
પોતાની માંગણી કરતા યુવાનો કે પત્રકારો ઉપર હુમલો કરીને પોલીસે ગુજરાતને બદનામ કરી રહ્યા છે.
જુનાગઢ હુમલાનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે આ હુમલામાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે તાલુકા મથક લાખણી ખાતે પ્રેસ ક્લબ ઓફ લાખણી તાલુકા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લાખણી મામલતદાર મારફત
આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ હુમલો નિંદનીય અને ગુજરાતને કલંકિત કરતો છે. આવા હુમલાઓથી ગુજરાતની છાપ બગડે છે. માટે ખાખીના
પાવરમાં કાયદાના વિરુદ્ધ
પત્રકાર ઉપર લાઠી ચાર્જ કરનાર પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરો. જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેનું માઠું
પરિણામ સરકારે ભોગવવું
પડશે. યુવાનોનો અવાજ અને કલમની તાકાત પરિવર્તન લાવીને જ જંપશે. આ પ્રસંગે ભરત દવે, ભલજી રાજપૂત, શાંતિભાઈ સુથાર, મુકેશ સોની,નરસિંહ પ્રજાપતિ, ઉસ્માન મેમણ, દિનેશ કાપડી, ધર્મેન્દ્ર ગૌસ્વામી,કેતન સુથાર,દેવજી રાજપૂત, વિક્રમ રાજપૂત સહિતના મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News