લાખણીના કુડા હત્યા કેસમાં મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 11:20:57
  • Views : 553
  • Modified Date : 2019-06-23 11:20:57

લાખણી તાલુકાના  કુડા ગામમાં  શુક્રવારે બનેલા ચકચારી સમુહિક હત્યાકાંડના
 પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. ત્યારે  દિયોદરમાં પણ સર્વ સમાજ દ્વારા આદર્શ હાઈસ્કૂલના મેદાનમાં શ્રદ્ધાંજલિ બાદ  મૃતકોને ન્યાય અને હત્યારાઓની તત્કાલિક
ધરપકડની માંગણી સાથે મૌન રેલી બાદ મામલતદાર અને પ્રાંત કલેકટરને આવેદનપત્રો આપી ન્યાયની ગુહાર લગાવી અને તટસ્થ તપાસનો માંગ કરી હતી. હત્યારાઓએ માનવજાતને સર્મશાર કરી છે અને ભવિષ્યમાં પણ કોઈ આવું જઘન્ય કૃત્ય કરતા સો વાર વિચાર કરે તેથી આરોપીઓને ઝડપી સખ્તમાં સખત સજા આપવા માટેની માંગણી કરી હતી.
દિયોદરના સર્વ સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહી મૃતક પરિવારને શોકાંજલી આપી હતી અને પ્રભુ સ્વર્ગે સ્થાન આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. આ કાર્યક્રમમાં આગેવાનો ગણેશભાઈ પટેલ, ડો. નરેશભાઈ, પટેલ રમેશભાઈ ક્રિષ્ના ટ્રેડર્સ, અમરાભાઈ જાડાવાળા, દિનેશભાઇ ખાણોદરવાળા, ભરતભાઇ પેઢીવાળા સહિતના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચૌધરી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને નિર્મમ હત્યાઓના ગુનેગારોને ઝડપી પાડીને સખત સજાની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News