થરાદ તાલુકા પ્રા.શિ. સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે ધરણા સાથે આવેદન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 12:00:29
  • Views : 435
  • Modified Date : 2019-12-02 12:00:29

થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા થરાદ નાયબ કલેકટરને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ એક દિવસ ધરણા કરી માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવી. પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિત નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારણા લાવવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમાં પગારપચંનું અમલીકરણ કરવું. તેમજ પ્રથમ ઉચ્ચ પગાર ધોરણ રૂપિયા ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી પ્રશ્નો અંગે નિવારણ લાવવા પ્રયત્નો કચેરીએ આવેદન આપવું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનીકર્તા બાબતો દૂર કરવી, શિક્ષણ લાયકાત લાવવા માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પૂર્વ આયોજન થાય તેવી વિવસ્થા કરવી, તેમજ સરકાર દ્વારા પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ફેબ્રુઆરી માસ બાદ હક માટે ધરણા સહિત અન્ય રીતે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચારવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News