ભારતીય કિસાન સંઘે ડીસા નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:22:46
  • Views : 791
  • Modified Date : 2019-04-19 05:22:46

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કરાનો વરસાદ થયો હતો જેના લીધે ખેડૂતોને કરોડોનું નુકસાન થતા આજે ભારતીય કિસાન સંઘે  નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બે દિવસ પહેલાં અચાનક હવામાનમાં પલટો આવવાથી વાવાઝોડા સાથે કરા વરસાદ થયો હતો. જેમાં ખેડૂતોને ખેતરમાં બરફના કરા પડવાથી ટેટી, તરબૂચ, કાકડી અને શાકભાજીમાં મોટા પાયે નુકસાન થયું હતું અને પતરા વાળા મકાન પશુપાલનમાં શેડના પતરા સોલાર સીસ્ટમ ફુવારાની પાઈપમાં કરોડોનું નુકસાન થયું હતું. જેના પગલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને  આકસ્મિક ફંડમાંથી તેમજ પાક વિમામાંથી સહાય ચૂકવવા રજૂઆત કરી હતી.


Download Our B K News Today App



Related News