કોરોનાએ અંતિમ સમયે આપવામાં આવતી વિદાયને બદલી નાંખી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 12:01:48
  • Views : 479
  • Modified Date : 2021-04-17 12:01:48

કોરોના બેકાબુ બનતા નાગરિકોના ટપોટપ મોત થઇ રહ્યા છે. હોસ્પિટલમા સુવિધાનો અભાવ જાેવા મળી રહ્યો છે. ઓક્સિજન મળતો નથી. જ્યારે બીજાે સ્ટેન એટલો ઘાતક નિવડી રહ્યો છે કે, લોકો જીવીત વ્યક્તિ પાસે જતા ડર અનુભવે છે. ત્યારે મૃત્યુ બાદની કેવી સ્થિતિ હશે. આ બદલાવ ગ્રામ્ય વિસ્તારમાં થઇ રહ્યો છે. તેના
પાછળનંુ કારણ માત્ર કોરોના પ્રસરતો અટકાવવા માટેનો છે. શહેરના શિક્ષિત કોરોના ફેલાવી રહ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સમજદાર બની કામ કરી રહ્યા છે.
દહેગામના કડજાેદરા ગામમાં એક આર્મીમેન કોરોનામાં શહિદ થયા છે. ઓક્સિજન નહિ મળવાના કારણે તેમનંુ મોત થયુ હતંુ. ત્યારે પરિવારજનોએ આર્મીમેનને તેમના ઘર પાસે જ દફનવિધિ કરી હતી. ગામમા કોઇ જ પ્રકારની નનામી કાઢવામા આવી ન હતી. મરણ અને લગ્ન પ્રસંગમાં સરકારની ગાઇડ લાઇનને અનુસરવી જરૂરી છે. જ્યારે કોરોનાગ્રસ્ત મૃતકની નનામીમાં લોકો આવતા ડરે છે. ત્યારે આ પ્રકારની સિસ્ટમ નવી બની છે.
બીજી તરફ દશેલા ગામમાં એક વયો વૃદ્ધ માજીનંુ ગત મોડી રાત્રે અવસાન થયંુ હતંુ. જાેકે, એમના માટે એવી એક અફવા ફેલાઇ હતી કે તેમના મૃતદેહને કોઇ અડવા તૈયાર ન હતુ. પરંતુ ગામના સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ તેમના ઘરમાં તમામ લોકો
પોઝેટીવ હોવાના કારણે તેમના મૃતદેહ પાસે કોઇ જતુ ન હતુ. પરંતુ દશેલા ગામના લોકો દ્વારા પણ અંતિમ સંસ્કાર કરવા માટે નવી સિસ્ટમ બનાવી હતી. ગામમાં કોરોનામાં કોઇનંુ મોત થાય તો મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં મુકીને સ્મશાનમાં અંતિમ સંસ્કાર લઇ જવામાં આવી રહ્યા છે.
શહેરના સ્મશાનમાં લાઇનમાં ઉભા રહીને પણ નંબર લાગતો નથી. કોરોનામાં મોતનો સિલસિલો અટકતો નથી. લાઇનમાં ઉભા રહીને
પણ નંબર આવવામા સમય વેડફાઇ રહ્યો છે અને ચેપ લાગવાનો ડર સતાવતો હોય છે ત્યારે આ પ્રકારનો બદલાવ સારી નિશાની બતાવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News