ગાંધીનગરમાં ૧૨૮ ઝુંપડાવાસીને કોમ્પ્યુટર ડ્રોથી આવાસોની ફાળવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-15 12:07:37
  • Views : 536
  • Modified Date : 2020-07-15 12:07:37

ગાંધીનગર શહેરમાં
ઝુંપડામાં વસવાટ કરતાં
ઝુંપડાવાસીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરતાં આજે ૧૨૮ લાભાર્થીઓને સરકારી વિનિયન કોલેજ, સેકટર-૧૫ ખાતે કોમ્પ્યુટર પધ્ધતિથી ડ્રો કરીને આવાસોની ફાળવણી કરવામાં આવી છે. તેમને એલોટમેન્ટ લેટરો ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણિયાના હસ્તે આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર જી.આઇ.ડી.સી વસાહત ખાતે કોલવડા ગામ નજીક ૮૦૦ ફલેટ ટાઇપના આવસોનું નિર્માણ કરવાનું  આયોજન કરવામાં આવ્યું છે. આ આવાસો ગાંધીનગરમાં તા. ૩૦મી નવેમ્બર, ૧૯૯૯ ની સ્થિતિએ આઇન્ડેન્ટીફાઇ કરવામાં આવેલા ઝૂંપડાઓમાં રહેતાં ઝુંપડાવાસીઓના
પુનઃવસન અને પુનઃ સ્થાપનની કામગીરી કરવા માટે જિલ્લા કલેકટરને જણાવવામાં આવ્યું હતું. જે અનુસંધાને આજરોજ તમામ શરતો આધિન ચકાસણી કરી કોમ્પ્યુટર આધારિત ડ્રો
પધ્ધતિથી આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં તા.૩૦મી નવેમ્બર, ૧૯૯૯ ની સ્થિતિએ નોંધાયેલ ૧૨૮ જેટલા લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરી એલોટમેન્ટ લેટરો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું મામલતદાર ર્ડા. જેનિલ શાહ અને  ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

Download Our B K News Today App



Related News