ધાનેરામાં રસ્તા પરથી દવાનો જથ્થો મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:08:52
  • Views : 517
  • Modified Date : 2019-08-27 12:08:52

ધાનેરા તાલુકામાં સરકારી દવાઓનો જથ્થો રોડ પર
ફેંકવાની હરીફાઈ લાગી હોય એમ વધુ એક વાર રસ્તા પર દવાઓનો જથ્થો મળતા ચકચાર મચી ગઈ છે.
ધાનેરા તાલુકાના કોટડા ગામે જમીનમાં દાટી દીધેલ સરકારી દવાની ઘટ ના ભુલાય એ પહેલાં જ  કોટડા વાસના રેસીડેન્ટ વિસ્તારમાં દવાનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આ તમામ દવાઓ સરકારી હતી અને એક્સપાયર થયેલ હતી. પણ જવાબદાર લોકોએ આ દવાનો નિકાલ બાયોવેસ્ટમાં કરવાની જગ્યાએ દવાનો જથ્થો રસ્તા પર નાંખી દીધો હતો.  જો આ દવા કોઈ બાળક કે અન્ય લોકો ઉપયોગમાં લઇ લે તો બનતી દુર્ઘટના સામે જવાબદારી કોની ? દવા વિશે ધાનેરા આરોગ્ય અધિકારીને જાણ કરતા અન્ય બે લોકોને મોકલીને જથ્થો કબજે કરેલ છે. ત્યારે સવાલ એ પણ ઉભા થઇ રહ્યા છે કે આ દવાનો જથ્થો નાંખ્યો કોણે ? કેમ આરોગ્યના અધિકારીઓ આ બાબતે કડક કાર્યવાહી કરતા નથી.? ધાનેરા તાલુકામાં અનેક ગામોમાં ઊંટવૈદ ડોક્ટરો પ્રેક્ટિસ  કરીને લોકોના આરોગ્ય સાથે  ચેડા કરી રહ્યા છે  અને કેટલાંક અધિકારીઓ રસ્તા પર દવાઓનો જથ્થો ફેંકીને જાણે ધાનેરા આરોગ્ય અધિકારીને ખુલ્લી ચેલેજ ફેંકી રહ્યા છે. છતાં પણ હેલ્થ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ન થતા આવા લોકો બેફામ બની ગયા છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે આવા લોકો સામે કયારે કડક હાથે કામ લેવાશે.

Download Our B K News Today App



Related News