તિબેટમાં હિમપ્રપાતથી 8ના મોત, અનેક ગુમઃ 24 કલાક બાદ પણ તપાસ ચાલુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 15:09:42
  • Views : 468
  • Modified Date : 2023-01-21 15:09:42

તિબેટમાં ભારે હિમપ્રપાત થતાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. સ્ટેટ મીડિયા અનુસાર દુર્ઘટના તિબેટના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારના ન્યિંગચી શહેરમાં ડોક્સોંગ લા સુરંગની પાસેની છે. ચીની સરકારે ઘટના સ્થળે રેસ્ક્યૂ ટીમ મોકલી છે. આ ટીમ મૃતકોના શબોને બહાર કાઢી રહી છે. સાથે જ ગુમ થયેલા લોકોની તપાસ કરી રહી છે. રાત્રે 8 વાગ્યાંની આસપાસ થયેલી દુર્ઘટના બાદ કેટલાય વાહનો અને લોકો ડોક્સોંગ લા સુરંગ પાસે ફસાયેલા છે.

રેસ્ક્યૂ ઓપરેશનને 24 કલાકથી વધુ સમય થઇ ગયો છે. લોકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યારે જાણી શકાયું નથી કે કેટલા લોકો ગુમ છે. ઘટનાની જાણકારી મળતાં જ 131 લોકોનાં સુરક્ષાદળ અને 28 વાહનોને બચાવકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, સાંજે સાડા પાંચ વાગ્યા સુધી બચાવકાર્ય માટે 350 મીટરના રસ્તાના ખોદકામ માટે 246 બચાવકર્મી અને 70થી વધુ વાહનોને કામે લગાવવામાં આવ્યાં છે. તો 10 મોટા સ્કેલના ઉપકરણ અને 994 સર્ચ ડિવાઇસ પણ મોકલવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News