હું ડીસાના વોર્ડ નં. ૨ માંથી બોલું છું... ભૂગર્ભ ગટરથી હાલાકી, તૂટેલા રસ્તાની રજૂઆતોની અવગણતાથી મતદારોમાં નારાજગીનો સૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:31:17
  • Views : 258
  • Modified Date : 2021-02-06 11:31:17

ડીસાના વોર્ડ નં-ર નો વિસ્તાર રેજીમેન્ટથી લઈને જલારામ મંદીર, ગ્રીન પાર્ક સોસાયટી, ગુલબાણીનગર, આદર્શ સોસાયટી અને જવાહરનગર સોસાયટી સુધીનો લાંબો-પહોળો વિસ્તાર છે. જેમાં હજુ પણ માર્ગના કામ, ભૂગર્ભ ગટરના કામ, સફાઈની સમસ્યાને લઈને પ્રશ્નો ઠેરના ઠેર છે. અહિંના ગુલબાણીનગર પાસેની સ્નેહકુંજ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની લાઈનને વરસાદી પાણીના નિકાલ સાથેની મોટા ગટરમાં જાેડાણ આપી ખુલ્લું મુકી દેવામાં આવ્યું છે. જે ચોમાસાના સમયે નાળુ ઉભરાતાં પાણીનાં પ્રેસરથી ભૂગર્ભ ગટરોની ચેમ્બરો ગંદકીથી ઉભરાઈ જવાની દહેશત છે. નેમીનાથ સોસાયટીમાં પણ ભૂગર્ભ ગટરની ગુણવત્તાને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકો કહી રહ્યા છે ત્રીસ વર્ષથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. જેની રજૂઆત પાલિકા તંત્ર સાંભળતું નથી. અહિંના મતદારોમાં નારાજગીનો સૂર ઉઠી રહ્યો છે. હવે તો જે કામ કરશે તે જ ચૂંટાશે તેવી માનસિક્તા મતદારોએ બનાવી લીધી છે. વોર્ડ નં-ર ના મતદારો શું કહે છે જાણો...

Download Our B K News Today App



Related News