સાત સમુંદર પારથી ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા અંબાજી આવ્યા ઓસ્ટ્રલિયાના દંપતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 10:13:14
  • Views : 444
  • Modified Date : 2019-04-12 10:13:14

શક્તિ, ભક્તિ અને  આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે. હાલમાં ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે આજે વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં એકમથી છઠ્ઠ નવરાત્રિ સુધી અંબાજી  મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. માતાજીના ભક્તો ભારત સિવાય આખા વિશ્વમાં વસે છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં ઓસ્ટ્રલિયાથી છેક અંબાજી માતાજીના ધામમાં આ દંપતી પ્રથમ વાર અંબાજી પાસેના ગબ્બર ખાતે આવ્યું હતુ.  એકમથી નવરાત્રિના અંતિમ દિવસ સુધી અહીં  અનુષ્ઠાન કરી માતાજીની ભક્તિ કરી રહ્યા છે. આ દંપતી ગબ્બર ખાતે રોજ સવાર અને સાંજે માતાજીની આરતી કરી માતાજીની ભક્તિનો પરીચય આપી રહ્યા છે. મૂળ ઓસ્ટ્રેલિયાના મનશંડ ચફિટનેશ ટ્રેલર વર્લ્ડના સારા ફિટનેશ ટ્રેનર છે.  તેમના ધર્મ પÂત્ન આકાંક્ષાબેન ભારતના રહેવાસી  છે. તેમના મનમાં માતાજી પ્રત્યે ભારે શ્રદ્ધા છે એટલેજ તેવો પ્રથમ વાર અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિમાં આવી માતાજીની ઉપાસના કરી રહ્યા છે. ભક્તિ સાથે નવરાત્રિના ઉપવાસ કરી રહ્યા છે. આમ સાત સમુંદર પાર પણ માતાજીના ભક્તો હિન્દુ ધર્મ અને શક્તિની ઉપાસના કરી પોતાની ભક્તિ કરી રહ્યા છે.મનશંડ (ઓસ્ટ્રેલિયાના વતની મને હિન્દુ  ધર્મ પ્રત્યે ભારે આસ્થા છે અને આ વખતે ચૈત્રી નવરાત્રિમા પ્રથમ વખત અરાવલી પહાડોમાં એકમથી નવરાત્રિના છેલ્લાં દિવસ સુધી રોકાઈ હું અહીં માતાજીનું અનુષ્ઠાન કરું છું અને મને માતાજી પ્રત્યે ભારે આસ્થા છે એટલે હું અહીં અંબાજી માતાજીના દર્શન અને ભક્તિ કરવા આવ્યો છું.જયંતિભાઈ જોષી (૫૧ શક્તિપીઠ કાલી મંદિર પૂજારી)હું ૫૧ શક્તિપીઠના ૧૮ નંબરના કાલી મંદિરનો પૂજારી છું અને આ મનશંડ ઓસ્ટ્રીલિયાના વતની મારા યજમાન છે તેવો નવરાત્રિમાં પ્રથમ વાર માતાજીનું અનુષ્ઠાન કરવા આવ્યા છે અને તેવો નવરાત્રિના અંતિમ દિવસ સુધી અહીં અનુષ્ઠાન  કરી માતાજીની ઉપાસના કરી રહ્યા છે. આ પહેલા પણ તેવો એક મહિના અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.


Download Our B K News Today App



Related News