ભારતની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી પછી શ્રેયસ ઐયર પણ આઉટ, ત્રણેય વિકેટ હેઝલવુડે લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 15:00:41
  • Views : 410
  • Modified Date : 2020-11-27 15:02:25

    આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથે અનુક્રમે પોતાના વનડે કરિયરની 10મી અને 17મી સેન્ચુરી મારીભારતએ સામે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે 375 રનનો પીછો કરતા 11 ઓવરમાં 3 વિકેટે 93 રન કર્યા છે. શિખર ધવન 29 રને અને લોકેશ રાહુલ 8 રને રમી રહ્યા છે.

હેઝલવુડે એક જ ઓવરમાં કોહલી અને ઐયરને આઉટ કર્યા વિરાટ કોહલી જોશ હેઝલવુડની બોલિંગમાં શોર્ટ-મિડવિકેટ પર ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. તે પછી શ્રેયસ ઐયર 2 રને હેઝલવુડના શોર્ટ બોલમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.

કોહલીને 1 રને જીવનદાન: વિરાટ 1 રને રમી રહ્યો હતો ત્યારે કમિન્સની બોલિંગમાં ફાઈન લેગ પર એડમ ઝામ્પાએ તેનો સરળ કેચ છોડ્યો હતો.

શિખર અને મયંકની 53 રનની ભાગીદારી
મયંક અગ્રવાલ જોશ હેઝલવુડની બોલિંગમાં કવર્સ પોઇન્ટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. તેમજ શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 5.2 ઓવરમાં 53 રનની ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ 375 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 374 રન કર્યા છે. આ ભારત સામે વનડેમાં રજિસ્ટર થયેલો ત્રીજો સર્વાધિક સ્કોર છે. તેમના માટે કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથે અનુક્રમે પોતાના વનડે કરિયરની 10મી અને 17મી સેન્ચુરી મારી. ફિન્ચે 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા, જ્યારે સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 105 રન કર્યા. સ્મિથ માત્ર 62 બોલમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી હતો. તે સિવાય ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3, જ્યારે જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી.

ભારત સામે વનડેમાં હાઈએસ્ટ ટોટલ:

  • 438/4 સાઉથ આફ્રિકા, વાનખેડે 2015
  • 411/8 શ્રીલંકા, રાજકોટ 2009
  • 374/6 ઓસ્ટ્રેલિયા, સિડની 2020 *

ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સૌથી ઝડપી સદી:

  • 51 બોલ: ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, સિડની 2015
  • 57 બોલ: જેમ્સ ફોકનર vs ઇન્ડિયા, બેંગ્લુરુ 2013
  • 62 બોલ: સ્ટીવ સ્મિથ vs ઇન્ડિયા, સિડની 2020 *

મેક્સવેલની તોફાની ઇનિંગ્સ, 19 બોલમાં 45 રન કર્યા

માર્કસ સ્ટોઈનિસ શૂન્ય રને ચહલની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તે ગોલ્ડન ડક સાથે એટલે કે પહેલા બોલે જ આઉટ થયો. તે પછી ગ્લેન મેક્સવેલે તોફાની ઇનિંગ્સ રમતા 19 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. તે શમીની બોલિંગમાં લોન્ગ-ઓન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

આરોન ફિન્ચની વનડેમાં 17મી સદી
આરોન ફિન્ચે કપ્તાની ઇનિંગ્સ રમતા 124 બોલમાં 9 ફોર અને 2 સિક્સની 114 રન કર્યા હતા. આ તેની વનડેમાં 17મી, કપ્તાન તરીકે છઠ્ઠી, ભારત સામે ચોથી અને સિડની ખાતેની પ્રથમ સદી છે. તે જસપ્રીત બુમરાહની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેને સ્મિથ સાથે બીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી.

Download Our B K News Today App



Related News